News of Thursday, 12th September 2024
જામનગરમાં આગામી તા.૧૫-૧૬ સપ્ટેમ્બર દરમિયાન જિલ્લા કક્ષાની યુવા ઉત્સવ સ્પર્ધા યોજાશે
વકતૃત્વ, ડીકલેમેશન, શીઘ્ર વકતૃત્વ, નિબંધ, ગઝલ શાયરી, કાવ્ય લેખન, પાદપૂર્તિ, સ્ટોરી રાઈટીંગ, ચિત્રકલા,સર્જનાત્મક કારીગરી, પોસ્ટર મેકિંગ, લોકવાર્તા, લોકવાદ્ય, લગ્નગીત, ભજન, લોકગીત સહિતની સ્પર્ધા

જામનગર :કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ, ગાંધીનગરના ઉપક્રમે જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી,જામનગર દ્વારા સંચાલિત પ્રતિવર્ષ યુવાનોના સ્વપ્નને સાકાર કરવા, તેમની કલાત્મક અને સર્જનાત્મક શક્તિઓને બહાર લાવી તેને ખીલવવાના દિવ્ય ઉદેશ્ય સાથે જામનગર શહેર તથા જીલ્લા કક્ષાની યુવા ઉત્સવ-૨૦૨૪ સ્પર્ધાનું આયોજન આગામી તા.૧૫/૦૯/૨૦૨૪ થી ૧૬/૦૯/૨૦૨૪ દરમ્યાન શ્રી નેશનલ હાઇસ્કુલ જામનગર ખાતે કરવામાં આવ્યું છે.
તા.૧૫/૦૯/૨૦૨૪ના રોજ વકતૃત્વ, ડીકલેમેશન, શીઘ્ર વકતૃત્વ, નિબંધ, ગઝલ શાયરી, કાવ્ય લેખન, પાદપૂર્તિ, સ્ટોરી રાઈટીંગ, ચિત્રકલા,સર્જનાત્મક કારીગરી, પોસ્ટર મેકિંગ, લોકવાર્તા, લોકવાદ્ય, લગ્નગીત, ભજન, લોકગીત, એકપાત્રીય,સમૂહગીત, હળવું કથ્ય સંગીત, તબલા, હાર્મોનિયમ તેમજ તા.૧૬/૦૯/૨૦૨૪ના રોજ લોકનૃત્ય, ભરત નાટ્યમ અને કથકની સ્પર્ધા યોજાશે. આ યુવા ઉત્સવ સ્પર્ધાના વિગતવાર કાર્યક્રમ માટે જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જીલ્લા સેવા સદન-૪, રૂમ નં,૪૨, રાજપાર્ક પાસે,જામનગરનો સંપર્ક કરી શકાશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી એમ. આઈ. પઠાણની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
(6:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
