<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

ભુજના નારાણપર (રાવરી) ગામે એક જ પરિવારના માતા, પિતા અને બે પુત્રો સહિત સાત જણે હુમલો કર્યો :બે સગાં ભાઈની હત્યા

મૃતક કાદર અને આરોપી સાહિલ અકબર ખલીફા વચ્ચે ઝઘડો થયેલો. જેની અદાવત રાખીને મોડી રાત્રે સાત જણે કાદર અને ગુલામના ઘરે જઈને ઘાતક હુમલો કર્યો

ભુજઃ ભુજ તાલુકાના નારાણપર (રાવરી) ગામે ગત મધરાત્રે સાડા બાર પોણા એક વાગ્યે એક જ પરિવારના માતા, પિતા અને બે પુત્રો સહિત સાત જણે હુમલો કરી બે સગાં ભાઈની હત્યા નીપજાવતાં પોલીસ ખાતામાં દોડધામ મચી ગઈ છે. માનકૂવા પોલીસ મથકેથી પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ છરીના ઘા મારીને અહીં રહેતા કાદર ભચુ જત (ઉ.વ. ૨૮) અને તેના મોટાભાઈ ગુલામ જત (ઉ.વ. ૩૦)ની હત્યા કરી દેવાઈ છે.

પોલીસે આપેલી માહિતી મુજબ ગામના બસ સ્ટેન્ડ પર બેસવા બાબતે રાત્રે આઠ વાગ્યાના અરસામાં મૃતક કાદર અને આરોપી સાહિલ અકબર ખલીફા વચ્ચે ઝઘડો થયેલો. જેની અદાવત રાખીને મોડી રાત્રે સાહિલ, તેના ભાઈ શિરાઝ, પિતા અકબર પીરમામદ ખલીફા, માતા મેમુના તથા મનોજ જયસ્વાલ, હુસેન આમદ જત, શબ્બિર અબ્દુલ જત સહિતના સાત જણે કાદર અને ગુલામના ઘરે જઈને ઘાતક હુમલો કર્યો હતો. પોલીસે હુસેન કાસમ જતની ફરિયાદ નોંધી મોટાભાગના આરોપીને રાઉન્ડ અપ કરી લીધાં હોવાનું સૂત્રોએ જણાવ્યું છે

(11:01 PM IST)