News of Friday, 13th September 2024
જોધપર ડેમ પાસે યુવકનું પાણીમાં ડૂબી જતાં મોત.
ફાયરની ટીમે 8 કલાક જહેમત ઉઠાવી મૃતદેહ બહાર કાઢ્યો

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી :જોધપર નજીક ડેમ પાસે પાણીમાં ન્હાવા પડેલા એક યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. આ મામલે પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જોધપર ડેમ નજીક પાકા બંધવાળા મેલડી માના મંદિર પાસે રમેશ પરસોતમ ધોળકિયા (ઉ.વ.45) (રહે. મકનસર )ન્હાવા પડ્યા હોય, ડૂબી જતાં આ મામલે ફાયર કંટ્રોલરૂમમાં બપોરે 1:35 કલાકે કોલ મળ્યો હતો. જેથી મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ તુરંત ઘટના સ્થળે દોડી ગઈ હતી. જ્યાં 8 કલાકની જહેમત બાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(1:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
