<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

જામનગરના હાપામાં ગણેશ મહોત્‍સવમાં મસાલાવાળા ભાતની પ્રસાદી ખાધા બાદ ૫૦ બાળકો સહિત ૮૦ ને ફૂડ પોઈઝનિંગ

તમામ લોકોને પ્રાથમિક સારવાર આપી રજા આપી દેવાઈઃ જી.જી. હોસ્‍પિટલમાં મોડી રાત્રે ખાટલા ખૂટી પડ્‍યા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૩: જામનગરમાં ગણેશોત્‍સવમાં ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી જોકે તમામને સારવાર આપીને રજા આપી દેવાતા સૌએ રાહતનો શ્વાસ લીધો છે.

પ્રાપ્ત માહિતી મુજબ જામનગરના હાપામા આવેલ એલગન સોસાયટીમાં ગણેશ મહોત્‍સવમાં રાત્રે પ્રસાદી લીધા બાદ ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી. તમામ લોકોએ ગણેશ મહોત્‍સવમાં મસાલાવાળા ભાતની પ્રસાદી લીધી હતી. પ્રસાદ લીધા બાદ મોડી રાત્રે ૮૦ જેટલા લોકોને હોસ્‍પિટલ ખસેડાયા હતા. જેમાં ૫૦થી વધુ બાળકોને પણ ફૂડ  પોઈઝનિંગની અસર થઈ હતી.હાલ તમામ લોકોને પ્રાથમિક સારવાર આપી રજા અપાઈ છે.જી.જી. હોસ્‍પિટલમાં મોડી રાત્રે ખાટલા ખૂટી પડ્‍યા હતા.( તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(12:30 PM IST)