<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

સોમનાથ-પ્રભાસ-પાટણ પોલિસ સ્‍ટેશનમાં પ્રોબેશનલ ડીવાયએસપીની નિમણુક

(ભાસ્‍કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ તા. ૧૩ :.. સોમનાથ-પ્રભાસ-પાટણ પોલીસ સ્‍ટેશન ખાતે નવનિયુકત પ્રોબેશનલ ડીવાયએસપી વી. પી. માનસેતાની નિમણુંક કરવામાં આવી છે.

સાવરકુંડલાના વતની એવા તેઓ ર૦રર સીધી ભરતી ગુજરાત પોલીસમાં જોડાયા. ઉના-સુત્રાપાડા-વેરાવળ ડીવીઝનમાં અભ્‍યાસી તાલીમ લીધા બાદ પ્રભાસ-પાટણ ખાતે સ્‍વતંત્ર પોલીસ થાણા ખાતે નિમણુંક કરાઇ છે.  બીસીસી, કેમેસ્‍ટ્રી, એમ. એ. અભ્‍યાસ કર્યા બાદ તેઓ પોલીસ દળમાં જોડાયા અને પ્રભાસ - પાટણ પોલીસ સ્‍ટેશન ખાતે ચાર્જ સંભાળ્‍યો.

(11:03 AM IST)