<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

વંથલીના ધંધુસર ગામે વાડીએ જુગાર રમતા ૯ શખ્‍સ ૨.૧૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

કેશોદના ખીરસરા ગામેથી પાંચ જુગારીની ૧૯૭૮૦ સાથે ધરપકડ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૩: વંથલીના ધંધુસર ગામે વાડીએ જુગાર રમતા ૯ શખ્‍સને રૂપિયા ૨.૧૦ લાખના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

વંથલી તાલુકાના ધંધુસર ગામનો ભરતભાઈ ભાયા ચાંડેલા ગામની સીમમાં આવેલ વાડીના મકાનમાં જુગાર રમાડતો હોવાની માહિતી મળતા વંથલીના પી.એસ.આઇ. વાય. બી. રાણાએ સ્‍ટાફ સાથે દરોડો પડ્‍યો હતો.

આ કાર્યવાહીમાં પોલીસે ભરત ભાયા તેમજ ભુપત પુંજા સુત્રેજા, જીવા પોપટ સુત્રેજા, માલદે કાળા દીવરાણીયા, ઓઘા હાજા સુત્રેજા, મોહન રાજશી સુત્રેજા, સરમણ હમીર દીવરાણીયા, લીલા મેરુ દીવરાયા અને રામ અરજણ સુત્રેજાને રૂપિયા ૧,૦૫,૨૪૦ ની રોકડ રકમ સાથે જુગાર રમતા પકડી પાડ્‍યા હતા.

પોલીસે જુગારીઓ પાસેથી રોકડ રકમ તેમજ ૯ મોબાઈલ ફોન અને ત્રણ મોટરસાયકલ સહિત કુલ રૂપિયા ૨,૧૦,૨૪૦નો મુદ્દા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં ધંધુસર નો ભીમા મેરુ સૂત્રેજા નાસી જતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

કેશોદ પોલીસે ખીરસરા ગામે દરોડો પાડીને સીમ વિસ્‍તારમાં જુગાર રમી રહેલા વલ્લભ જીવા સાબલપરા, ભાયા મુળુ મોકરીયા, પ્રવીણ ગોરધન કયાડા, પાચા લાખા સોલંકી, કિરીટ રામસી ભરડાને રૂપિયા ૧૯,૭૮૦ના મુદ્દામાલ સાથે પકડી પાડ્‍યા હતા.

(11:46 AM IST)