તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th September 2024
વાંકાનેરમાં તહેવારોના અનુસંધાને પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક

(મહંમદ રાઠોડ દ્વારા) વાંકાનેરઃ તા. ૧૩ :. વાંકાનેર શહેર પોલીસ મથકમાં તારીખ ૧૬ને સોમવારે હિંદુ - મુસ્લિમ સમાજના તહેવારો અંતર્ગત શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી જે અંગેની જાણવા મળતી વિગત મુજબ ઈદે મિલાદ અને ગણેશ ઉત્સવ એક સાથે હોય તે અંગે હિંદુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ આગેવાનો વચ્ચે તારીખ ૧૨ ના રોજ સાંજે ૫:-૦૦ કલાકે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે આ મીટીંગ યોજવામાં આવેલ જેમાં મુસ્લિમ અગ્રણી પૂર્વ ધારાસભ્ય જાવીદ પીર દાદા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અને પૂર્વ મુસ્લિમ અગ્રણી શકીલ પીરઝાદા તેમજ સિનિયર પત્રકાર મહમદભાઈ રાઠોડ તેમજ હિન્દુ સમાજના અગ્રણી ડોક્ટર ભરતસિંહ ઝાલા ધન્વીર સિંહ ઝાલા સહિત વીસીપરા મિલ પ્લોટ અને શહેરના હિંદુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ આગેવાનો ની હાજરીમાં નક્કી કરવામાં આવેલ કે તારીખ ૧૬ ને સોમવારના રોજ ગણેશ વિસર્જન અંગે મિલ પ્લોટ પરશુરામ પોટરી થી ગણેશ પંડાલ નું વિસર્જન કરવાનું રુટ નો ટાઈમ બપોરે ત્રણ વાગ્યે શરૂ થઈ જીનપરાથી દાણાપીઠ ચોક પસાર થશે ત્યારબાદ ઈદે મીલાદ નું જુલુસ શરીફ લક્ષ્મીપુરા થઈ રસાલા રોડ થી ગ્રીન ચોક બાજુ પ્રસ્થાન કરશે એમ આજની મિટિંગમાં બંને સમાજના આગેવાનોની હાજરીમાં નક્કી કરવામાં આવ્યું હતું જે બને કોમ ભાઈચાર એકતા થી દર વર્ષની જેમ ચાલુ સાલે પણ ઉજવણી કરશે.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
