તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th September 2024
બાંટવા લૂંટ કેસમાં આરોપી યાજ્ઞિક જોશી, ધનરાજ ભાંડગેનો મોબાઇલ કબ્જે લેવાયો
તપાસ માટે મોબાઇલ એફએસએલમાં મોકલવામાં આવ્યા

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૧૩: બાંટવાની ચકચારી લૂંટની ઘટનામાં આરોપી યાજ્ઞિક જોશી તથા ધનરાજ ભાંડગેનો મોબાઈલ ફોન કબજે લઈ ક્રાઈમ બ્રાન્ચે એફએસએલમાં મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.લૂંટનું તરકટ રચનાર મુખ્ય આરોપી યાજ્ઞિક તથા તેનો ભાઈ મોહિત જોશી અને ધનરાજ ભાંડગે ૬ દિવસનાં રિમાન્ડ પર છે. સમગ્ર કેસના તપાસનીશ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ જે. જે. પટેલે આરોપીઓ પાસેથી વેચી નાખેલ ૨૦૦ ગ્રામ સોનાની રૂપિયા ૧૧.૩૯ લાખની રોકડ કબજે કરી હતી અને સમગ્ર ઘટનાનું રીકન્ટ્રક્શન કરાવ્યું હતું. દરમિયાન એલસીબીએ ગુરુવારે યાજ્ઞિક અને ધનરાજનો મોબાઈલ ફોન કબજે લઈ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં વધુ તપાસ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરી હતી. આરોપીઓ પાસેથી લૂંટ પ્રકરણ અંગે વધુ વિગતો ઓકાવવા માટે ત્રિપુટીની આગવી ઢબે પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
(7:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
