તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th September 2024
હું સક્કરીયા ટીંબા વિસ્તારની હીના છુ.. તારા બધા પોલીસવાળા મારા નામથી ડરે છે
જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં મહિલાએ કેસ બારીએ હંગામો મચાવ્યોઃ મહિલા પોલીસ કર્મચારી, હોમગાર્ડ સિકયુરીટી ગાર્ડ સાથે માથાકુટઃ ધમકી આપીને પોતાની જાતે હાથમાં ચેકા માર્યા

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૧૩: જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં એક મહિલાએ કેસ બારીએ હંગામા મચાવી પોલીસ કર્મી અને હોમગાર્ડ જવાનો સામે ખોટો કેસ કરવાની ધમકી આપી હોવાની ફરિયાદ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગતો એવી છે કે, જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના મહિલા લોકરક્ષક ૨૩ વર્ષીય કાજલબેન પરસોતમભાઈ જાડેજા બુધવારની રાત્રે હોમગાર્ડ રસીદખાન બહાઉદીન ખાન અને સાજીદભાઈ હાલાની સાથે સિવિલ હોસ્પિટલ ખાતે સુરક્ષા અંગેની ફરજ પર હતા. ત્યારે રાત્રિના ૧૦: ૧૫ વાગ્યે હોસ્પિટલમાં તાત્કાલિક સારવારની કેસ બારી પાસે એક મહિલા જોરથી રાડો પાડી માથાકૂટ કરતી હોવાની જાણ સિકયુરિટી ગાર્ડ મોહિત સાગઠીયાએ કરી હતી.આથી મહિલા પોલીસ કર્મી કાજલબેને હોમગાર્ડ તથા સિકયુરિટી ગાર્ડ સાથે કેસ બારીએ પહોંચી મહિલાને સમજાવવાની કોશિશ કરતા ‘તું મને ઓળખતી નથી હું સક્કરીયા ટીંબા વિસ્તારની હીના છું અને તારા બધા પોલીસવાળા મારા નામથી ડરે છે તું મને પૂછવા વાળી કોણઙ્ખ તેમ કહી ગાળાગાળી કરી હતી.
તેમજ ફરજ પરના પોલીસ હોમગાર્ડ અને સિકયુરિટી ગાર્ડને ‘હું તમને બધાને જોઈ લઈશ અને મેં મારા હાથમાં મારી રીતે ચેકા મારેલ છે અને પાટો બંધાવેલ છે તમે જો કોઈ ઊંચા નીચા થશો તો હું મારા હાથમાં વધુ ચેકા મારી અને દિવાલમાં માથું ભટકાવી લોહી કાઢી તમારી ઉપર એટ્રોસીટીનો ખોટો કેસ કરી દઈશ એમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી અને ફરજમાં રૂકાવટ કરી હતી. તેમજ જાતેથી કેસ બારી પાસે માથું ભટકાવીને આપઘાતની કોશિશ કરી હતી. આ ઘટના અંગે મહિલા લોકરક્ષક કાજલબેન જાડેજાની ફરિયાદ લઈ પીએસઆઇ જે. આર. વાઝાએ વધુ તપાસ હાથ ધરી હતી.
(12:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
