<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ ર૦મીએ સાવરકુંડલામાં

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા. ૧૩:  રાજ્‍યના મુખ્‍યમંત્રી   ભુપેન્‍દ્રભાઈ પટેલ આગામી તારીખ ૨૦/ ૯ /ના રોજ સાવરકુંડલા ની મુલાકાતે આવી રહ્યા છે મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ સાવરકુંડલા ખાતે છેલ્લા ૧૨ વર્ષથી સંપૂર્ણપણે નિશુલ્‍ક ચાલી રહેલા લલ્લુભાઈ શેઠ આરોગ્‍ય મંદિર ની મુલાકાત લેશે તેમ જ મહુવા રોડ પર રેલવે ફાટક પાસે બનનારા ઓવરબ્રિજ નુ ખાત મુર્હૂત કરશે જ્‍યારે હાથસણી રોડ પર આવેલા મનોરોગી બહેનોને સાચવતા માનવ મંદિર આશ્રમની પણ મુલાકાત લેશે મુખ્‍યમંત્રીશ્રીના આગમનના પગલે સાવરકુંડલા નગરપાલિકાના ચીફ ઓફિસર, પોલીસ તંત્ર, મામલતદાર ,અને પ્રાંત અધિકારી વગેરે તંત્ર તડામાર તૈયારી માં લાગી ગયું છે તો સમગ્ર કાર્યક્રમ નાં આયોજન માં ધારાસભ્‍ય શ્રી મહેશભાઈ કસવાળા માર્ગદર્શન નીચે ભા જ પ નાં તમામ સ્‍તર નાં કાર્યકરો પણ મુખ્‍ય મંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ ને આવકારવા તડામાર તૈયારી કરી રહ્યા છે.

(1:58 PM IST)