<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

મોરબી જિલ્લામાં સેવા સેતુના ૨૨ કાર્યક્રમો જાહેર

  (પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૧૩ :    જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીઍ જણાવ્‍યું કે મોરબી જિલ્લામાં ૧૭ સપ્‍ટેમ્‍બરથી ૩૧ ઓક્‍ટોબર આ ૪૫ દિવસ દરમિયાન સેવા સેતુના ૨૨ કાર્યક્રમો કરવામાં આવશે. જેમાં દરેક તાલુકામાં ત્રણ ત્રણ અને નગરપાલિકાઓમાં ૭ કાર્યક્રમ થશે. આ સેવા સેતુમાં ૧૩ વિભાગો દ્વારા ૫૫ સેવાઓ સ્‍થળ ઉપર જ પુરી પાડવામાં આવશે. દરેક ગામમાં અન્‍ય ૧૦ થી ૧૨ ગામોનું ક્‍લસ્‍ટર બનાવી કાર્યક્રમ યોજવામાં આવશે.

 સેવા સેતુ કાર્યક્રમમાં આધારકાર્ડ, રાશનકાર્ડ, આવકના પ્રમાણ પત્ર, જન્‍મ મરણના દાખલા સહિતની અનેક સરકારી સેવાઓ મળશે. વધુમાં લોકોને અપીલ છે કે જે લોકો પાસે આયુષમાન કાર્ડ નથી તેઓ સેવા સેતુમાં ઉપસ્‍થિત રહી જોડાવા માટે આયુષમાન કાર્ડ કઢાવે. ઉપરાંત રૂ. ૨.૪૦ લાખથી ઓછી વાર્ષિક આવક હોય તેવા પરિવારો ઍનઍફઍસઍ કાર્ડ માટે સેવા સેતુ કાર્યક્રમમાં અરજી કરે, જેથી તેઓને વિનામૂલ્‍યે રાશન મળી શકે. આ સેવા સેતુ કાર્યક્રમમાં રોજગાર વાચ્‍છુકોની નોંધણી પણ કરવામાં આવશે. બાદમાં રોજગાર વિભાગ તેને લગતી નોકરી શોધવામાં મદદરૂપ થશે.

વધુમાં જિલ્લા કલેકટરે જણાવ્‍યું કે મોરબી જિલ્લામાં ૧૭ સપ્‍ટેમ્‍બરથી ૨ ઓકટોબર અને ત્‍યારથી ૩૧ ઓક્‍ટોબર સુધી સ્‍વચ્‍છતા હી સેવા અભિયાન પણ યોજાશે. તેઓઍ ઉમેર્યું કે જ્‍યારથી તેઓઍ કલેકટર તરીકે ચાર્જ સંભાળ્‍યો છે. ત્‍યારથી મારુ મોરબી મસ્‍ત મોરબી બનાવવાના પ્રયાસો કર્યા છે. આ અભિયાન હેઠળ સ્‍વચ્‍છતા માટેના વિવિધ કાર્યક્રમો યોજાશે. અંતમાં તેઓઍ લોકોને જ્‍યાં ત્‍યાં કચરો ન નાખી મોરબી જિલ્લાને સ્‍વચ્‍છ બનાવવા માટે જાહેર અપીલ પણ કરી હતી.

(2:01 PM IST)