<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

અર્જુનભાઇ મોઢવાડિયાને પક્ષમાં મહત્‍વની જવાબદારી સોંપાશે ?

 

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૩ : ભાજપના ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડિયાને ભાજપ પક્ષમાં નજીકના દિવસોમાં મહત્‍વની જવાબદારીભર્યુ પદ સોંપાશે તેવો ઇશારો થઇ રહ્યો છે.

વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયા બાદ અર્જુનભાઇ મોઢવાડિયા ફરીથી ધારાસભ્‍ય તરીકે ચૂંટાય આવ્‍યા છે. અર્જુનભાઇએ ૪૦ વર્ષથી પોરબંદર પંથકના લોકોનો વિશ્વાસ જાળવી રાખ્‍યો છે. અર્જુનભાઇ રાજકીય વ્‍યકિત તરીકે સ્‍વચ્‍છ અને તટસ્‍થ પ્રતિભા ધરાવે છે. તેઓ સમાજના નાના માણસોના પ્રશ્નો સાંભળીને તેના કામ કરે છે. બે-ત્રણ દિવસ પહેલા અર્જુનભાઇ મોઢવાડિયા દિલ્‍હી ગયેલા અને વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીને મળ્‍યા હતા ત્‍યારપછી પ્રદેશ ભાજપમાં તેને મહત્‍વનું પદ સોંપાય તેવી ચર્ચા થઇ રહી છે

(2:08 PM IST)