તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th September 2024
જેતપુરમાં દુકાનમાંથી 3 બોટલ દારૂ સાથે અજય જાદવ પકડાયો
સપ્લાયર સરજુની ધરપકડઃ ભેંસાણના યુવરાજની શોધખોળ

રાજકોટ તા. 13 :.. જેતપુર પોલીસે બસ સ્ટેન્ડ ચોકમાં આવેલ ડાયમંડ કોમ્પલેક્ષની બીજા માળે આવેલ દુકાનમાં દારૂ અંગેની રેડ કરતા બોર્ડ વગરની દુકાનમાંથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-3 મળી આવતા દુકાનની સંચાલક અજય જેસીંગભાઇ જાદવને દારૂન્ી 3 બોટલ સાથે પકડી પાડી દારૂ અંગે પુછપરછ કરતા આ દારૂની બોટલો વડલી ચોકમાં રહેતો સરજુ શીંગલ આપી ગયેલ હોવાનું કબુલ કરતા પોલીસે ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-3 તથા મોબાઇલ-1 મળી કુલ રૂપિયા ર7,900 નો મુદામાલ કબ્જે કરેલ અજયની કબુલાતથી પોલીસે સરજુ શીંગલના ઘેર વધુ જથ્થો પડયો હોવાના અંદાજથી વડલી ચોકમાં રહેતા સરજુ જેન્તીભાઇ શીંગલના રહેણાંક મકાનમાં રેડ કરી તપાસ કરતા દારૂની બોટલ અડધી ભરેલ મળી આવતા પોલીસે સરજુને પકડી દારૂ અંગે પુછપરછ કરતા ભેંસાણ રહેતા યુવરાજ ધાધલ પાસેથી લાવેલ હોવાનું જણાવતા પોલીસે ત્રણેય શખ્સો વિરૂધ્ધ બે અલગ અલગ ગુન્હા નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
તેમજ જેતપુરના સીટી પી. આઇ. એ. ડી. પરમારના માર્ગદર્શન હેઠળ સ્ટાફે ખીરસરા રોડ પર પાંજરા પોળની વાડીની પાછળ બાવળની જાળીમાં રેડ કરતા બુટલેગર ચંદુ બાવચંદ પરમાર પોલીસને જોઇતા નાસી છૂટેલ પોલીસે તપાસ કરતા દારૂ-ગાળાની ભઠ્ઠી ચાલુ હોય દેશી દારૂ લીટર 4પ0, ગરમ ઠંડો આથો પ00 લીટર તથા સાધનો મળી કુલ રૂા. ર0,800નો મુદામાલ કબ્જે કરી નાસી છૂટેલ ચંદુ પરમાર વિરૂધ્ધ ગુન્હો નોંધી તેને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરેલ.
(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
