તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th September 2024
ગોંડલ નાગરિક સહકારી બેન્કની ચૂંટણીમાં ઉમેદવાર યતીન દેસાઈની મનાઈ હુકમની માંગ કરતી અરજી રદ : રવિવારે ચૂંટણી
યતીન દેસાઈએ 3718 સભાસદો મતદાન ના કરી શકે તેના માટે મનાઈહુકમ માંગ્યો હતો :છેલ્લા એક વર્ષમાં નવા બનેલા સભાસદો મતદાન ના કરી શકે તેવી અરજી કરાઈ હતી

રાજકોટ : ગોંડલ નાગરિક સહકારી બેન્કની ચૂંટણીમાં ઉમેદવાર યતીન દેસાઈએ કરેલ મનાઈ હુકમની માંગણી લવાદ કોર્ટે રદ કરી છે, આ કાનૂની લડતમાં ભાજપની પેનલનો વિજય થયો છે
ગોંડલ નાગરિક સહકારી બેન્કના ઉમેદવાર યતીન દેસાઈએ 3718 સભાસદો મતદાન ના કરી શકે તે માટે મનાઈહુકમની માંગણી કરી હતી,
જાણવા મળ્યા મુજબ ગોંડલ નાગરિક સહકારી બિનકના કુલ 58853 મતદારો હોવાનું અને તે પૈકી 54455 મતદારો 31 માર્ચ 2023 સુધીમાં નોંધાયેલ સભાસદો હોવાનું આવ્યું હતું જે બાદ નોંધાયેલ 3713 સભાસદો વિરુદ્ધ મનાઈહુકમ મેળવવા દાદ મંગાઈ હતી જેને લવાદ કોર્ટે રદ કરી છે
(7:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
