તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th September 2024
વિસાવદરમાં ઈદે મિલાદ નિમિત્તે ભવ્ય ઝુલુશનુ આયોજન

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :વિસાવદર સુન્ની મુસ્લિમ જમાત તથા વિસાવદર સમસ્ત મુસ્લીમ સમાજના પ્રમુખ નાસીરભાઈ મેતરે જાહેર કર્યા મુજબ વિશ્વમાં શાંતિનો સંદેશ આપનાર ઈસ્લામ ધર્મના પયગમ્બર મોહમ્મદ પયગમ્બર સાહેબના જન્મ દિવસ (ઈદે મીલાદ) નિમીતે ભવ્ય ઝુલુસ (શોભાયાત્રા)નું આયોજન કરેલ છે.
આ મુબારક પ્રસંગે સૌને પધારવા અને હાજરી આપવા પ્રમુખ મહેતરે ભાવભર્યુ આમંત્રણ પાઠવાયુ છે. તારીખ:- ૧૬-૦૯-૨૦૨૪, સોમવાર, સમય :- સમય :- સવારે ૯-૩૦ કલાકે, સ્થળ :- કોર્ટ (ગઢ) પાસેથી ઝુલુસ નિકળી વિસાવદરનાં મુખ્ય માર્ગ પર પસાર થઈ ગઢ પાસે પૂર્ણ થશે
(8:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
