<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th September 2024

એકાદશી-શનિવાર નિમિત્તે સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને 300 કિલો ગુલાબના ફુલોનો દિવ્ય શણગાર

આ અનેરા દર્શનનૉ લાભ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કર્યો : સાંજે કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાનું રાજોપચાર પૂજન -અભિષેક- આરતીનું આયોજન

 

 

 

 

 

રાજકોટ તા.૧૪

     સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી એકાદશી નિમિત્તે  આજે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને  ગુલાબના ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો એવં સવારે 05:30 કલાકે મંગળા  આરતી પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી -અથાણાવાળા  તથા 07:00 કલાકે શણગાર  આરતી પ.પૂ  શ્રી શુકદેવ સ્વામી દ્વારા કરવામાં આવી હતી.

      આ અનેરા દર્શનનૉ  લાભ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો  અનુભવ કર્યો હતો.

આજે દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે દાદાને  એકાદશી -શનિવાર નિમિત્તે વિશેષ વાઘા અને સિંહાસને ૩00 કિલો ફુલનો શણગાર કરાયો છે. આ તમામ ફુલ વડોદરાથી મંગાવવામાં આવ્યા છે. જેમાં ઓર્કિડ અને ગુલાબના ફુલ છે. 6 સંતો -પાર્ષદોની મહેનત અને 4-5 કલાકનો  સમય  લાગ્યો હતો. તો આજે  સાંજે દાદાનું  રાજોપચાર પૂજન -અભિષેક- આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.

(9:30 AM IST)