News of Saturday, 14th September 2024
અફીણ અને પોશડોડવાના સપ્લાયનો પર્દાફાશ
તળાજાને એપી સેન્ટર બનાવી ભાવનગર અમરેલી જિલ્લામા થતી ડિલેવરી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૪: તળાજાના ખોજાવાડ મા આશરે છેલા પાંચેક વર્ષથી રહેતા રાજસ્થાનના મુસ્લિમ આધેડના અહીં ભાડે રાખવામાં આવેલ બે રહેણાંક મકાન અને ફોર વહીલમાંથી પોલીસને ઓગણત્રીસ કિલોને એકસો ગ્રામ કાલા અને આઠ કિલો નવસોએંશી ગ્રામ અફીણ શોધીકાઢવામા સફળતા મળી.રાજસ્થાની કાકા ભત્રીજાને ઝડપી લઈ કોર્ટમાં આજે રજૂ કરતા છ દિવસ પોલીસ કસ્ટડી ઇન્વેસ્ટિગેશન અધિકારી એ મેળવી છે.મળી આવેલ જથ્થા નો બજારભાવ ૨૭લાખ જેટલો અંકાઈ રહ્યોછે.
એકપરપ્રાંતીય વ્યકિત તળાજામાં પાચ પાચ વર્ષથી રહીને તળાજા પોલીસ ને બાતમી ન મળે તે રીતે દરમહીને લાખો રૂપિયા ની કિંમત નું અફીણ અને કાલા વેચતોરહ્યો.એટલુંજ નહિ આ ઈસમો સતત નશાનો કારોબાર વધારતા ગયા.મહુવા પોલીસ વડા આઇપીએસ અધિકારી અંશુલ જૈન ની ટીમે સમગ્ર બનાવ નો પર્દાફાશ કર્યો ત્યારે તળાજા ની જનતા ચોંકીગઈ.
સમગ્ર મામલે એ.એસ.પી અંશુલ જૈન એ રેડ બાબતે જણાવ્યું હતુંકે રેડ દરમિયાન ઘર અને કારનં.આર.જે.૧૭-સીએ-૬૬૪૩ માંથી અફીણ આઠકિલો નવસો એંશીગ્રામ જેની સરકારી કિંમત રૂ.૮,૯૮૦૦૦/-,પોશડોડવા ઓગણત્રીસ કિલો એકસો ગ્રામ જેની કિંમત ૮૭૩૦૦/-,કાર,ત્રણ મોબાઈલ મળી કુલ રૂ.૧૩,૨૯,૩૦૦/-ના મુદ્દામાલ સાથે આમીનખાન સરદારખાન પઠાણ અને તેના ભત્રીજા અદનાનખાન આમિરખાન પઠાણ રે.ટોડીમહોલ્લા, ડબગાંવ, તા.ગંગાધર,જી.ઝાલાવાડ વાળા ની ધરપકડ એન.ડી.પી.એસ ગુન્હા સબબ કરવામાં આવી હતી.રાજસ્થાનના જગદીશચંદ્ર રામલાલ મેઘવાળ અને બળવંતસિંહ વાળા પાસેથી માલ ની ખરીદી કરી અહીં લાવતા હોવાનું કબૂલાત સર્કલ.પો.ઇ.આર.જે.ગોર એ ચારેય ઇસમો વિરુદ્ઘ નાર્કોટિક પદાર્થ વેચવા બદલ ફરિયાદ આપી છે.તપાલ અલંગ મરીનના મહિલા પો.સ.ઇ.ડી.વી.ડાંગર ને સોંપવામાં આવીછે.પોલીસે વધુમાં જણાવ્યું હતુ કે ત્યાંથી જથ્થાબંધ માલ લાવીને અહીં છૂટક વેચાણ કરતા હતા. બંને આરોપીઓને તળાજા ની જે.એમ.એફ.સી કોર્ટમા રજૂ કરી ને છ દિવસની પોલીસ કસ્ટડી મેળવાય છે.પોલીસ રાજસ્થાન અને મધ્યપ્રદેશ તપાસઅર્થે અને બે આરોપીઓને પકડવા જશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર જેમ સોનુ તોલાના ભાવે વેચાય છે તેમ અફીણ પણ એજરીતે વેચાય છે.એક તોલાનો બજાર ભાવ રૂપિયા ત્રણ હજાર છે.એ જોતાં જે જથ્થો ઝડપાયો છે તેની અને પોશડોડવા ની બજાર કિંમત ૨૭લાખ રૂપિયા ની થાય છે.
આરોપી તળાજા ઉપરાંત અલંગ ભાવનગર પાલીતાણા ઘોઘા મહુવા અને સા.કુંડલા વિસ્તારમાં માલ સપ્લાય નું નેટવર્ક ચલાવતા હતા.
આ ઉપરાંત અન્ય કયાં અને કોણ કોણ ગ્રાહકોછે તેની માહિતી છ દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસ મેળવશે
અલંગથી ધંધાનો રસ્તો મળ્યો
આરોપી આમીનખાન સરદારખાન પઠાણ હાલ ૫૫ વર્ષની ઉંમર ધરાવેછે.તે વર્ષો પહેલા અલંગમા વેલ્ડીંગ નું કામ કરતા હતા.એ સમયે તેઓને અફીણ કાલા અને ગાંજા ના ધંધાની લાઈન મળી.લાઈન એટલા માટે મળીતેના કારણમા અહીં આ કેફી પદાર્થની મોટી માગ રહેતી હતી.જેને લઈ તેમણે આ ધંધામા ઝંપલાવ્યું ને વર્ષોથી કરે છે.જેમાં એક વખત તેઓ મધ્યપ્રદેશ પોલીસ ના હાથે ઝડપાઇ ચુકયાછે.
ભત્રીજા અદનાનનું સ્વપ્ન રોળાયું
બીજા નંબર નો આરોપી અદનાન કાયદાશાસ્ત્રી બનવા માટેનો અભ્યાસ કરતો હતો. અભ્યાસ માં નબળો હોઈ કેટી આવી હતી.જેને લઈ કાકાને ગે.કા ધંધામા મદદ કરવા લાગ્યો.આધેડ આમીનખાન ને ફોરવહીલ આવડતી ન હોય માલ સપ્લાય માટે અદનાન આવ્યો હતો.હવે એન.ડી.પી.એસ અંતર્ગત કાર્યવાહી થતા કાયદાશાસ્ત્રી બનાવનું હાલપૂરતું સ્વપ્ન રોળાઈગયા નો તેંના ચહેરાપર અફસોસ હતો.
પોલીસ આ તપાસ કરી શકશે!?
રાજસ્થાન થી ગુજરાત આવતા બોર્ડર પરની રાજસ્થાન અને ગુજરાત પોલીસ વાહન ચેકીંગ કરે છે.તેમ છતાંય પોલીસ ના કહેવા મુજબ આ ઈસમ વર્ષોથી જથ્થા બંધ પ્રતિબંધિત માલ અહીં લાવતો રહ્યો ત્યારે પોલીસે સૌપ્રથમ તો બોર્ડર પર છીંડા કયાં છે અને આ ગે.કા પ્રવૃત્ત્િ।મા કોની કોની ભૂમિકા છે તે અંગે પણ પોલીસે તપાસ કરવી રહી.
(10:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
