<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th September 2024

ઉનાના ગીર ગઢડામાં ૩ દિવસથી ગુમ યુવાનનો મૃતદેહ પાણી ભરેલા ખાડામાંથી મળ્યો

કોઇને કહ્યા વિના કિરણગિરિ ગિરિરાજગિરી ઘેરેથી નીકળી ગયેલઃ પી.એમ. રિપોર્ટની જોવાતી રાહ

(નવીન જોષી દ્વારા) ઉના,તા. ૧૪: ગીરગઢડામાં ૩ દિવસથી ગુમ કિરણસિંહ ગિરિરાજગિરિ ગોસ્વામી નામનો ૩૦ વર્ષના યુવાનની લાશ રેલ્વે સ્ટેશન પાસે પાણી ભરેલા ખાડામાંથી મળી આવેલ પોલીસે લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી છે. પી.એમ. રિપોર્ટ બાદ મૃત્યુનું સાચુ કારણ જાણવા મળશે.

ઉનાના ગીર ગઢડા ગામે રહેતા કિરણ ગિરિ ગિરિરાજ ગિરિ ગોસ્વામી ઉ.વ. ૩૦ ગત તારીખ ૧૧/૦૯ને બુધવારે ઘરેથી કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયો હતો અને ગુમ થઈ ગયાની પોલીસમા જાહેરાત કરી હતી. ગીરગઢડા ગામના રેલવે સ્ટેશન પાસે પાંચ નાળાની બાજુ માં પાણીના ખાડામા માનવ લાશ પડી હોવાની જાણ પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચી કિરણ ગીરના પરિવાર સાથે પહોંચી લાશ કિરણ ગિરિની ઓળખી બતાવી હતી લાશ ને ગીર ગઢડા સરકારી હોસ્પિટલે લઇ જવામાં આવે હતી.

લાશ કોહવાયેલી હાલતમાં હોય પોસ્ટ મોર્ટમ કરવા જામનગર મેડિકલ કોલેજ માં લઇ જવામાં આવી છે. પોલીસે અકસ્માતે મોત ની નોધ કરી છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવીયા પછી મૃત્યુ નું કારણ જાણવા મળશે. યુવાનાના મૃત્યુથી ગોસ્વામી પરિવારમા શોકનું વાતાવરણ બની ગયું છે.

(10:35 AM IST)