<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th September 2024

શાપર-વેરાવળમાં દર્શન પાર્કમાં બે સ્‍થળે જૂગારના દરોડાઃ આઠ મહિલા પકડાઇ

રાજકોટ તા. ૧૪ :.. શાપર-વેરાવળ પોલીસે વેરાવળ દર્શન પાર્કમાં બે સ્‍થળે જૂગારના દરોડા પાડી જૂગાર રમતી ૮ મહિલાને ઝડપી લીધી હતી.

પ્રથમ દરોડામાં શાપર-વેરાવળ પોલીસે વેરાવળ દર્શન પાર્ક શેરી નં. ૧ માં રોડ પર રેઇડ કરી જાહેરમાં જૂગાર રમતા (૧) રીનાબેન વા-ઓ હિતેષભાઇ પરીયા, (ર) કુવરબેન વા-ઓ દિનુભાઇ વકાતર, (૩) ધર્મીષ્‍ઠાબેન વા-ઓ કાંતીભાઇ અઘેરા  તથા (૪) મંજૂબેન વા-ઓ શૈલેષભાઇ બગડા રહે. તમામ દર્શન પાર્ક વેરાવળને રોકડા રૂા. ૧૧૦૦ તથા ગંજીપતા સાથે ઝડપી લીધા હતાં.

બીજા દરોડામાં આ જ સ્‍થળે બીજી જગ્‍યાએ જાહેર જૂગાર રમતા (૧) ઇલાબેન વા-ઓ ભગવાનભાઇ લાદાણી, (ર) લીલાબેન વા-ઓ વીષ્‍ણુભાઇ ગોંડલીયા, (૩) મણીબેન વા-ઓ રામભાઇ ખટારીયા, તથા (૪) ભાનુબેન વા-ઓ જગદીશભાઇ માકડીયા તમામ રહે. દર્શન પાર્ક વેરાવળને રોકડા રૂા. ૧૦૦૦ તથા ગંજીપતા સાથે શાપર-વેરાવળ પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(11:28 AM IST)