<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th September 2024

વાંકાનેર યાર્ડ પાસે ‘હિટ એન્‍ડ રન': ચા પીવા નીકળેલા ધારાભાઇનું કારની ઠોકરે ચડતાં મોત

અકસ્‍માત સર્જી ચાલક ભાગી ગયોઃ પ્રોૈઢે રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૧૩: વાંકાનેરના રાતીદેવડીમાં રહેતાં પ્રોૈઢનું વાંકાનેર યાર્ડ નજીક હિટ એન્‍ડ રનની ઘટનામાં મૃત્‍યુ થયું છે. પ્રોૈઢ ચાલીને ચા પીવા નીકળ્‍યા ત્‍યારે કારનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થતાં રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.

જાણવા મળ્‍યા મુજબ રાતીદેવડીમાં રહેતાં ધારાભાઇ લવજીભાઇ વિકાણી (ઉ.વ.૫૦) નામના પ્રોૈઢ સાંજે છએક વાગ્‍યે વાંકાનેર યાર્ડ પાસે ચાલીને ચા પીવા જતાં હતાં ત્‍યારે અજાણી કારનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયો હતો. ધારાભાઇને ગંભીર ઇજા થતાં સારવાર માટે વાંકાનેર અને ત્‍યાંથી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ જુણાચ સહિતે વાંકાનેર પોલીસને જાણ કરી હતી.

મૃત્‍યુ પામનાર ધારાભાઇ પાંચ્‍ ભાઇ અને એક બહેનમાં નાના હતાં અને છુટક મજૂરી કરતાં હતાં. તેમને સંતાનમા ત્રણ પુત્ર છે. પોલીસે જીવલેણ અકસ્‍માત સર્જી ભાગી ગયેલા કારચાલકની શોધખોળ હાથ ધરી છે.

(11:38 AM IST)