News of Saturday, 14th September 2024
જુનાગઢ ઉપલા દાતાર મહાપર્વ ઉર્સનો પ્રારંભ : પૂ.દાતારબાપુ જે ધારણ કરતા હતા તે અમૂલ્ય આભૂષણોની ચંદન વિધિનો કાર્યક્રમ જગ્યાના મહંત શ્રી ભીમબાપુની નિશ્રામાં સંપન્ન : જુઓ વિડિયો
આખી રાત ભાવિકોનો અવિરત પ્રવાહ આભૂષણોના દર્શને ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, પૂર્વે મેયર જ્યોતિબેન વાછાણી સહિતના આગેવાનો અને પોલીસ અધિકારીઓ હાજર : હજારો ભાવિકોએ દાતાર બાપુનો મહાપ્રસાદ પણ ગ્રહણ કર્યો હતો અને દાતાર બાપુના અમૂલ્ય આભૂષણોના દર્શન કરી અને ધન્ય બન્યા

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૪ : કોમી એકતા ના પ્રતીક સમી ઉપલા દાતારની ધાર્મિક જગ્યાનો મહાપર્વ ઉર્સનો ગઈ રાત્રીના દાતારબાપુ જે ધારણ કરતા હતા તે અમૂલ્ય આભૂષણોની ચંદન વિધિ નો કાર્યક્રમ જગ્યાના મહંત શ્રી ભીમ બાપુ ની નિશ્રામાં સંપન્ન થયો હતો દાતાર બાપુના અમૂલ્ય આભૂષણો ગઈ રાત્રીના ગુફામાંથી બહાર લવાયા હતા અને તેને પૂજ્ય ભીમ બાપુ દ્વારા તેની પૂજા અર્ચના ગંગાજળ દૂધ વગેરે દ્રવ્યોથી તેમને સ્નાન કરાવાયું હતું અને ચંદનનો લેપ લગાડાયો હતો અને ત્યારબાદ એ આભૂષણોને પરત ગુફામાં પધરાવી દેવામાં આવ્યા હતા.
આ પ્રસંગે આખી રાત ભાવિકોનો અવિરત પ્રવાહ આભૂષણોના દર્શન કરવા દાતાર પર્વત ઉપર જય ચડ્યો હતો જેમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા પૂર્વે મેયર જ્યોતિબેન વાછાણી સહિતના આગેવાનો અને પોલીસ અધિકારી હાજર રહ્યા હતા આ પ્રસંગે પધારેલા હજારો ભાવિકોએ દાતાર બાપુનો મહાપ્રસાદ પણ ગ્રહણ કર્યો હતો અને દાતાર બાપુના અમૂલ્ય આભૂષણોના દર્શન કરી અને ધન્ય બન્યા હતા.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
