<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th September 2024

ગોંડલ નાગરિક બેંકની ચુંટણીમાં મતદાન સમયે કાયદો વ્‍યવસ્‍થા જળવાય તેવી માંગ કરાઇ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૧૪: ગોંડલમાં બહુ ચર્ચિત બનેલી નાગરિક બેંકની ચુંટણી તા.૧૫ રવિવારનાં યોજાનાર છે. ત્‍યારે મતદાન સમયે અરાજકતા સર્જાય તેવી દહેશત વ્‍યક્‍ત કરી અપક્ષ ઉમેદવાર પ્રતિપાલસિંહ ઝાલાએ પુરો બંદોબસ્‍ત જાળવવા જીલ્લા પોલીસ વડા ઉપરાંત ડીવાયએસપી તથા પીઆઇને રજુઆત કરીછે.

અપક્ષ ચુંટણી લડી રહેલા પ્રતિપાલસિંહ ઝાલાએ રજુઆતમાં જણાવ્‍યું કે કેટલાક ઉમેદવારોની મીલીભગતથી વાતાવરણ ડહોળાયુ છે. અને ઘર્ષણ થઈ શકેછે.વધુમાં બાહુબલીઓ ચુંટણી લડતા હોય મતદાન મથકે અરાજકતા સર્જાવાની દહેશત હોય ન્‍યાયિક પણે ચુંટણી યોજાય અને કાયદો વ્‍યવસ્‍થા જળવાય તે માટે ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત ગોઠવવા રજુઆતમાં જણાવાયુ છે

(11:51 AM IST)