News of Saturday, 14th September 2024
કાલે ગોંડલ નાગરીક બેંકનો ચુંટણી જંગઃ બન્ને પક્ષે કાંટે કી ટક્કર
વર્તમાન ચેરમેન અશોકભાઇ પીપળીયા માટે પ્રતિષ્ઠાનો જંગઃ પૂર્વ ચેરમેન યતિશભાઇ દેસાઇએ પણ એડીચોટીનું જોર લગાવ્યુ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૧૪: ગોંડલ નાગરિક બેંકનાં ડીરેકટરોની ચુંટણી કાલે તા.૧૫ને રવિવાર યોજાનાર છે.ત્યારે ગોંડલનું રાજકારણ ગરમાયું છે. નાગરિક બેંકની ચુંટણી સામાન્ય ગણાતી હોય છે. પણ ગોંડલમાં ચુંટણીને લઈને ધારાસભા ની ચુંટણી જેવો માહોલ ગરમાયો છે. બેંકની ચુંટણી વર્તમાન ચેરમેન અશોકભાઈ પીપળીયા માટે પ્રતિષ્ઠાનો જંગ બની છે. તો સામા પક્ષે પુર્વ ચેરમેન યતિશભાઈ દેસાઈ બહુમત હાંસીલ કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યા હોય રાજકીય ઉતેજના ફેલાઈ છે. આગામી રવિવારનાં નાગરિક બેંકની ચુંટણી યોજાઇ રહીછે.પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાની રાહબરી હેઠળ ભાજપ પ્રેરીત પેનલ ચુંટણી લડી રહી છે. સામા પક્ષે કોંગ્રેસનાં યતિષભાઈ દેસાઈની આગેવાની હેઠળ નાગરિક સહકાર સમિતીની પેનલ ચુંટણી લડી રહીછે.
નાગરિક બેંકનાં ચેરમેન અશોકભાઈ પીપળીયા અને તેની પેનલ દ્વારા છેલ્લા ત્રણ ચાર વર્ષમાં બેંકનાં વિકાસ અને પ્રગતિની ગવાહી અપાઇ રહી છે. તો સામા પક્ષે વર્તમાન સતાધીશોનાં સાશનનાં છીંડા શોધી લોકો સમક્ષ રજુ કરાઇ રહ્યા છે. જેને લઈને ચુંટણીનો માહોલ ‘હાઇવોલ્ટેજ' સમો બનવા પામ્યો છે.
સામાન્ય રીતે બેંકની ચુંટણીની ખાસ નોંધ સુધ્ધા લેવાતી હોતી નથી. પરંતુ ગોંડલની રાજકીય તાસીર હમેંશા ગરમ રહી છે. ત્યારે શહેરમાં મોટા ર્હોડિંગ, ચોપાનીયા અને જાહેરસભા સાથે ડોર ટુ ડોરનો પ્રચાર ચાલી રહ્યો હોય બન્ને પક્ષે ચુંટણીનું કેટલુ અને કેવુ મહત્વ છે. એ સાબીત થઈ રહ્યુ છે. બેંકનાં વર્તમાન ચેરમેન અશોકભાઈ પીપળીયા માટે આ ચુંટણી એસિડ ટેસ્ટ સાબીત થશે. ૫૮૦૦૦ થી વધુ સભાસદો ધરાવતી નાગરિક બેંકમાં સભાસદો ‘એક દિન કા સુલતાન બની સતાનો તાજ કોને પહેરાવશે તે કહેવુ અકળ ગણાશે
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
