News of Saturday, 14th September 2024
કાલે જૂનાગઢમાં કેળવણીકાર પેથલજીભાઇ ચાવડાની
જન્મ જયંતિ ઉજવાશેઃ વિવિધ કાર્યક્રમો એસ.પી. હર્ષદ મહેતા ડી.ડી. ઓ ધારાસભ્ય સહિતના મહાસચિવો ઉપસ્થિત રહશે.

( વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૧૪: જૂનાગઢના કેળવણીકાર પેથલજીભાઇ ચાવડાની કાલે રવિવાર ના રોજ ૯૫ મી જન્મજયંતિની સુભાષ એકેડમી ખાતે જવાહર ભાઇ ચાવડાના અધ્યક્ષસ્થાને ઉજવણી કરવામાં આવનાર છે.
જેના સુભાષ હોસ્પિટલ ખાતે સવારે ૯ કલાકે રકતદાન શિબિરયોજાશે જેનુ ઉધ્ઘાટન એસપી હર્ષદ મહેતા કરશે અને અતિથિવિશેષ તરીકે ડીડી ઓ નિતીન સાંગવાન ઉપસ્થિત રહેશે અને સાંજે ૫-૩૦ કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ ધારાસભ્ય સંજયભાઇ કોરડીયાના અધ્યક્ષ સ્થાને અને મુખ્ય મહેમાન ડો. અંકિતાબેન મુલાણી લેખક પ્રેરકવકર્તા અને રાત્રે ૯ કલાકે રંગભવન સુભાષ એકેડમી ખાતે હાસ્યકલાકાર હિતેષ અંટાળા નો કાર્યક્રમ રાખેલ છે. આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા જવાહરભાઇ પી ચાવડા અને રાજ ચાવડાના માર્ગદર્શન હેઠળ તૈયારી થઇ રહી છે.
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
