News of Saturday, 14th September 2024
વિરપુર નજીક રૂરલ એલસીબીએ ઇકો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો
ગોંડલના પાટીદડના અજય મકવાણાની ૪.૧૧ લાખના મુદામાલ સાથે ધરપકડઃ ચોરડીના સોહીલની શોધખોળ

રાકોટ તા. ૧૪: વિરપુર નજીક રૂરલ એલસીબીએ ઇકો કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.
રાજકોટ જીલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડએ વિદેશી દારૂના ગણનાપાત્ર કેશ શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેકટર વી. વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ નાઇટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો. હેડ કોન્સ. દિવ્યેશભાઇ સુવા, નિલેશભાઇ ડાંગર, રાજુભાઇ સાંબડા, હરેશભાઇ પરમારનાને સંયુકત બાતમી હકિકત આધારે વિરપુર પોલીસ સ્ટેશન પીઠડીયા ગામ રોડ ઉપરથી નંબર વગરની ઇકો કારમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ ર૪૦ કિ. ૯૬,૦૦૦, ઇકો કાર તથા મોબાઇલ મળી કુલ ૪.૧૧ લાખના મુદામાલ સાથે અજય જેન્તીભાઇ મકવાણા, રહે. પાટીદડ, તા. ગોંડલને ઝડપી લીધો હતો. જયારે સોહલ સલીમભાઇ સંધી રહે. ચોરડી તા. ગોંડલનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.
આ કાર્યવાહીમાં રૂરલ એલસીબીના એ.એસ.આઇ. અનીલભાઇ બડકોદીયા, બાલક્રુષ્ણભાઇ ત્રીવેદી તથા પો. હેડ કોન્સ. હરેશભાઇ પરમાર, શકતીસીંહ જાડેજા, અરવિંદસીંહ જાડેજા, પો. કોન્સ. કૌશીકભાઇ જોશી, ડ્રા.એ.એસ.આઇ. રઝ૮ાકભાઇ બીલખીયા તથા ડ્રો. પો. કોન્સ્. અબ્દુલભાઇ શેખ જોડાયા હતા.
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
