News of Saturday, 14th September 2024
મોરબી જિલ્લા મીઠા ઉદ્યોગમાં થયેલા વ્યાપક નુકસાન સામે વળતર સત્વરે આપોઃ મેરજા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૧૪: મોરબી - માળીયા (મીં) વિસ્તારમાં પણ નુકશાન થયું છે. તેમાં ખાસ કરીને માળીયા (મીં) તાલુકાનાં રણકાંઠે આવેલ મીઠા ઉધોગને આ અતિવળષ્ટિ અને મચ્છુ નદીમાં આવેલ પૂરને કારણે કલ્પના બહારનું નુકશાન વેઠવું પડયું છે. તે અંગે મરીન સોલ્ટ મેન્યુફેક્ચર એસોસિએશન મોરબીના પ્રમુખ દિલાવરસિંહજી જાડેજાએ કરેલ રજૂઆત કરી હતી અને તે રજુઆત વ્યવસ્થીત રીતે રાજ્યના પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ રાજ્યના મીઠા ઉદ્યોગના મંત્રી જગદીશ વિશ્વકર્માને લેખતીમાં કરેલ છે.
પૂર્વમંત્રી મેરજાએ જે ભલામણ કરેલ છે તેમાં જણાવ્યા મુજબ, મીઠા ઉદ્યોગમાં ભારે મોટું ધોવાણ થયેલ છે. મીઠાના ઉત્પાદન લેવા માટે કરવામાં આવેલ કયારાઓ અને બાંધેલ પાળા ઉપર પાણી ફરી વળવાથી ધોવાણ થયેલ છે. તદ્દઉપરાંત ઇલેક્ટ્રીક અને મિકેનિકલ સાધન સરંજામને પણ નુકશાન થયેલ છે. મીઠા ઉત્પાદનના સ્થળે ઊભા કરાયેલા શેડ પણ તૂટી ગયેલ છે. આમ, એકંદરે મીઠા ઉદ્યોગ માટે ભારે મોટી આર્થિક ખુવારી વેઠવાનો વારો આવ્યો છે.
તે જોતાં આ નુકશાની સામે મીઠા ઉદ્યોગને તેમજ અગરીયાઓને આર્થિક વળતર મળી રહે તે માટે તાત્કાલિક જરૂરી સર્વેની કામગીરી પૂર્ણ કરાવી યોગ્ય પેકેજ ગુજરાત સરકાર તરફથી જાહેર કરવામાં આવે તેવી પૂર્વમંત્રી મેરજા લાગણી અને માંગણી કરી છે.આ વિસ્તારના એક લોક પ્રતિનિધિ તરીકે જ્યારે જ્યારે સરકારને અતિવળષ્ટિ, વાવજોડું કે અન્ય પૂરની સ્થિતિમાં નાગરિકોને સ્થળાંતર કરવાથી માંડીને તેમના રહેવા, જમવા સુધીની વ્યવસ્થામાં આ દિલાવરસિંહજી જાડેજા અને તેની ટીમ હંમેશા ખડેપગે ઊભી રહી છે તેનો તંત્રને અનુભવ છે. તે જોતાં આવા કર્મનિષ્ઠ મીઠા વ્યવસાય સાથે સંકળાયેલ ઉદ્યોગકારની આ લાગણી મુજબ જરૂરી વળતર સત્વરે મળે તેમ કરાવવા વિનંતી કરી છે.
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
