News of Saturday, 14th September 2024
મોરબીમાં દહેગામવાળી થવાની દહેશતઃ મનાઇ છતાં ગણેશ મૂર્તિનું વિસર્જન

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા.૧૪: મોરબીમાં ગણેશ વિસર્જન સમયે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે મોરબી નગર પાલિકા દ્વારા અલગ અલગ સ્થળે મૂર્તિ કલેક્શન સેન્ટર શરૂ કરવાનું જાહેર કરી તમામ ગણેશોત્સવના આયોજકો પાસેથી પ્રતિમાઓનું કલેક્શન કરી કળત્રિમ કુંડ ખાતે જ વિસર્જન કરવામાં આવશે તેવું જાહેર કર્યું હોવાં છતાં કેટલાક લોકોએ શુક્રવારે સાંજે જુના આરટીઓ પાસે મચ્છુ નદીના ઊંડા પાણીમાં ગણેશ વિસર્જન કરતા તંત્રની બેખબરી સામે આવી છે, ઉલ્લેખનીય છે કે, જૂની આરટીઓ કચેરી નજીક ગણેશ વિસર્જન સમયે હોડીવાળા પણ નજરે પડ્યા હતા અને લોકો ઊંડા પાણીની તદ્દન નજીક જ નજરે પડ્યા હતા.
દરમિયાન પાલિકા તંત્રની મનાઈ છતાં પણ મોરબીમાં કંડલા બાયપાસ રોડ ઉપર જૂની આરટીઓ કચેરી પાસે અનેક લોકોએ કરેલા ગણેશ વિસર્જન અંગે ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળને પૂછતાં તેમને જણાવ્યું હતું કે, આ વાત તેમના ધ્યાને આવતા જ મોરબી ડીવાયએસપીને જાણ કરી મોરબી શહેર નજીક આવેલા ઊંડા પાણી વાળા સ્થળોએ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે સાથે જ લોકોને પણ સમજદારી દાખવી તંત્રએ કરેલી વ્યવસ્થા મુજબ જ ગણેશ વિસર્જન કરવા અનુરોધ કર્યો હતો.
(12:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
