News of Saturday, 14th September 2024
કલેકટરશ્રી દિગ્વિજયસિંહ જાડેજાની ગેરકાયદેસર ખનીજ વાહન પર કડક કાર્યવાહી : રેડ પાડી ખનીજ ચોરીનો મુદ્દામાલ જપ્ત

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૪: જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ ડી જાડેજાની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ, ભૂસ્તરશાષાીશ્રી ગીર સોમનાથની ક્ષેત્રીય ટીમ દ્વારા મોજે કાજલી માર્કેટિંગ યાર્ડ પાસેથી આજ રોજ એક રેતીનું અને ચાર મૂરમનાં એમ કુલ મળીને પાંચ (૦૫) ટ્રેકટર ખનીજના ગેરકાયદેસર વાહન કરતા હોવાના કારણે મુદામાલ જપ્ત કરી પાટણ પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે.આમ, ખનીજના કુલ ૦૫ ટ્રેક્ટર ગેરકાયદેસર વહન સબબ પકડીને અંદાજિત ૨૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે
(2:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
