<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th September 2024

કાલે જૂનાગઢ સમસ્‍ત બ્રહ્મસમાજ સિનિયર સીટીઝન મંડળ દ્વારા ભવનાથ મહાદેવ મંદિર ધ્‍વજારોહણ અને મહાપ્રસાદ નું આયોજન

જગદગુરૂ સ્‍વામી નરેન્‍દ્રાનન્‍દ સરસ્‍વતી આશિવર્ચન પાઠવશે

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ સમસ્‍ત બ્રહ્મસમાજ મહાનગર સિનીયર સિટીઝન મંડળના હસુભાઇ જોષી કેડી પંડયા મહેશભાઇ જોષીના માર્ગદર્શન હેઠળ રવિવારે સુપ્રસિધ્‍ધ ભવનાથ મહાદેવ મંદિરે સવારે ૮:૩૦ કલાકે ધ્‍વજારોહણનુ઼ આયોજન કરેલ છે. જેમા સવારે ૮-૩૦ થી ૯-૩૦ ધ્‍વજાનું પુજન બાદમાં મંદિરના શિખર પર ધ્‍વજારોહણ કરવામાં આવશે અને ૧૦-૩૦ કલાકે જગતગુરૂ શંકરાચાર્ય અનંત વિભૂષિત સ્‍વામી નરેન્‍દ્રાનંદ સરસ્‍વતીજી મહારાજ (કાશી આશિવર્ચન આપશે અને બપોરે ૧૨ કલાકે ભોજન પ્રસાદનું આયોજન કરાયુ છે તો તમામ સભ્‍યોએ ઉપસ્‍થિત રહેવા શૈલેષભાઇ પંડયા એ જણાવ્‍યું છે.

(12:29 PM IST)