News of Saturday, 14th September 2024
પોરબંદરમાં નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને રકતદાન કેમ્પ

પોરબંદર તા. ૧૪ :.. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને તા. ૧૭ મીએ સવારે ૯ થી બપોરે ૩ સુધી ઓમકાશ્વેર મંદિરે રકતદાન કેમ્પનું આયોજન કરેલ છે.
રેડક્રોસ સોસાયટી તાલુકા બ્રાન્ચ, પાયોનીયર કલબ તથા ભાવસિંહજી હોસ્પિટલના સંયુકત ઉપક્રમે ઓમકારેશ્વર મિત્ર મંડળના સહયોગથી આ રકતદાન કેમ્પનું આયોજન કરેલ છે.
સરકારી હોસ્પિટલના દર્દીઓના લાભાર્થે યોજાનાર આ રકતદાન કેમ્પમાં રકતદાન કરવા યાદીમાં અપીલ કરવામાં આવી છે.
(12:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
