News of Saturday, 14th September 2024
ગણેશજીની મૂર્તિના વિસર્જન સમયે દુર્ઘટનામાં મૃતકોને પૂ.મોરારીબાપુની શ્રધ્ધાંજલીઃ પરિવારને સહાય

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૪: તાજેતરમાં ઠેરઠેર ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવેલ. પાટણ નજીક સરસ્વતી નદીના પ્રવાહમાં ચાર લોકોનાં ડૂબી જતાં મોત નિપજયા હતા. એક અન્ય ઘટનામાં ગઈકાલે ગાંધીનગર ખાતે દેહગામમાં મેશ્વો નદીના પ્રવાહમાં ૧૦ લોકો ડૂબી ગયા હતા જે પૈકી ૮ ના મૃતદેહો મેળવવામાં આવ્યા છે અને બેની શોધખોળ કરવામાં આવી રહી છે.ᅠ
મૂર્તિ વિસર્જન દરમિયાન પાણીમાં ડૂબી જતાં કુલ મળીને ૧૪ લોકોનાં મોત નિપજયા છે. પૂજય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને દિલસોજી પાઠવી છે અને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૨,૧૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. કલોલમાં રહેતા રામકથાના શ્રોતાઓ દ્વારા આ સહાયતા રાશિ પહોંચાડવામાં આવશે. પૂજય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે
(12:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
