<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th September 2024

વાંકાનેરમાં જીતુભાઇ સોમાણી સંચાલીત ‘માર્કેટ ચોક કા રાજા' ગણેશ મહોત્‍સવમાં ઉમટતા ભાવિકો

દરરોજ અવનવા કાર્યક્રમો જેમાં સાંસ્‍કૃતિક, રાસ ગરબા, રાસ મંડળી દ્વારા હુડો રાસ (માલધારી ભાઇઓ દ્વારા), તલવાર રાસ, નૃત્‍ય સહિતના વિવિધ કાર્યક્રમોની વણઝાર-૧૧૧૧ દીપની મહા આરતીનું આયોજન

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૧૪ :.. ધારાસભ્‍ય જીતુભાઇ સોમાણી સંચાલીત શ્રી ગણેશ ઉત્‍સવ સમિતિના ‘માર્કેટ ચોક કા રાજા' જે શહેરનું સૌથી મોટા પંડાલમાં ગણેશ ભકત ભાઇઓ-બહેનોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.

આ ઉપરાંત માર્કેટ ચોક કા રાજા, પંડાલમાં દરરોજ અવનવા કાર્યક્રમો પણ નિહાળવા મળી રહેલ છે. જેમાં સાંસ્‍કૃતિક કાર્યક્રમો, રાસ ગરબા, માલધારી ભાઇઓ દ્વારા હુડો રાસ, તલવાર રાસ, નાના બાળકો દ્વારા નૃત્‍યુ સહિતના દરરોજ વિવિધ કાર્યક્રમો જોવા મળી રહ્યા છે.

વિવિધ પંડાલોના  ચાલીસથી પણ વધુ પંડાલોના ગણેશજીની પ્રતિમા લઇ જોડાયા હતા. આ ઉપરાંત શોભાયાત્રામાં જોડાયેલ તમામ પંડાલોના આયોજકોને ધારાસભ્‍ય જીતુભાઇ સોમાણી દ્વારા રોકડ પુરષ્‍કાર આપી સન્‍માનીત કરવામાં આવ્‍યા હતાં.

આ ઉપરાંત લોકમુખે ચર્ચાય રહયુ છે કે આ માર્કેટ ચોક કા રાજા ના પંડાલમાં બિરાજમાન દુદાણા દેવ શ્રી ગણેશજી સમક્ષ રાખવામાં આવતી માનતા અવસ્‍ય પુરી થતી હોય છે. ગત વર્ષે ગણેશ ભકતો દ્વારા રાખવામાં આવેલ માનતા આ વર્ષે ઘણા ભકતજનો પુરી કરવા ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.

પંડાલમાં ૧૧૧૧ દીપ સાથે મહાઆરતી યોજાઇ હતી. તેમજ દરરોજ રાસ-ગરબા યોજી ભારે જમાવટ કરી રહ્યુ છે. આ પંડાલમાં રાત્રે નવ કલાકથી વિવિધ કાર્યક્રમો શરૂ થયા પહેલા ગણેશ ભકતો સાંજે ૭.૩૦ કલાકથી આ ગ્રાઉન્‍ડમાં જગ્‍યા મેળવવા ઉમટી પડતા હોય છે.

આ ઉપરાંત  શ્રી ગણેશ ઉત્‍સવ સમિતિના મોભી રામધામના સ્‍વપ્ન દ્રષ્‍ટા એકમાત્ર રઘુવંશી ધારાસભ્‍ય જીતુભાઇ સોમાણી દ્વારા આવુ સુંદર આયોજન કરવા બદલ વિવિધ જ્ઞાતિના મોભીઓ દ્વારા સન્‍માનીત કરવામાં આવતા હોય છે.

આ પંડાલમાં કાર્યકર્તા (સ્‍વયંમ સેવક) ભાઇઓ ઉપરાંત બહેનો પણ તન-મન-ધનથી નિઃસ્‍વાર્થ ભાવે અવિરત સેવાઓ આપતા હોય છે. આ પંડાલમાં દરરોજ સાત થી આઠ હજાર ભકતો દર્શનાર્થે પધારતા હોય છે.

આ માર્કેટ ચોક કા રાજાના પંડાલમાં દરરોજ મહાપુજા લોહાણા સમાજના ગોર સાહસ્‍ત બ્રાહ્મણ શ્રી મેહુલભાઇ પાંધી દ્વારા કરવામાં આવતી હોય છે.

(12:50 PM IST)