News of Saturday, 14th September 2024
ડો.પ્રિયવદન કોરાટને સુરત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનો ખુલ્લો ટેકો

વિસાવદર તા.૧૪ : આગામી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચુંટણીમાં સંચાલક સંવર્ગના ઉમેદવાર શ્રી પ્રિયવદનભાઈ કોરાટે તા. ૧૦-૦૯-૨૦૨૪ના પત્રથી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ-સુરતનો ટેકો માંગેલ છે. જેના પર ચર્ચા વિચારણા કરવા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ-સુરતની કોર કમિટીની તા.૧૨-૯-૨૦૨૪ના રોજ મળેલ ઓનલાઈન મિટીંગમાં શ્રી પ્રિયવદનભાઈ કોરાટને સંપુર્ણ ટેકો જાહેર કરવા નિર્ણય લીધેલ છે. જેની નોંધ લેવા તમામ સભ્યોને વિનંતી છે તેમ સુરત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના હોદ્દદારોએ જાહેર કર્યુ છે.
(2:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
