<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th September 2024

ચોટીલા પંથકમાં વધુ એક હત્‍યાઃ અવાવરૂ કુવામાંથી લાશ મળીઃ હત્‍યાની આશંકા

૩ દિવસથી ભુપતભાઇ ખાચર લાપત્તા હતા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા., ૧૪: ચોટીલાના મોટી મોલડી વિસ્‍તારમાં અવાવરૂ જગ્‍યાએ કૂવામાંથી એક પુરુષની લાશ મળી આવી છે. ઓળખ કરવામાં આવતા આ લાશ નાની મોલડીમાં રહેતા ભુપતભાઈ ખાચરની હોવાનું જાણવા મળ્‍યું છે. મળતી માહિતી પ્રમાણે છેલ્લા ત્રણ દિવસથી ભૂપતભાઈ ખાચર લાપતા હતા. જે અંગે તના પરિવારજનોએ પોલીસ મથકે પણ  જાણ કરી હતી.

બીજી તરફ અવાવરુ જગ્‍યાએ આવેલા એક કૂવામાં કોઈની લાશ તરતી હોવાની બાતમી મળતાં ચોટીલા પોલીસ તાબડતોબ સ્‍થળ પર પહોંચી ગઈ હતી. અને કૂવામાંથી ભુપતભાઈના મળતદેહને બહાર કાઢવામાં આવ્‍યો હતો. ભૂપતભાઈના માથા પર ઈજાના નિશાન પણ જોવા મળ્‍યા છે. જેને લઈને માથામાં ઈજા પહોંચાડી ભૂપતભાઈની હત્‍યા કરવામાં આવી હોવાની આશંકા સેવાઈ રહી છે અને હત્‍યા કર્યા બાદ એ લાશ કૂવામાં ફેંકી દીધી હોવાનું જણાઈ આવે છે. ચોટીલા પોલીસે  લાશનો કબજો લઈને આ ઘટના અંગે ગુનો નોંધી હત્‍યારાઓની શોધખોળ હાથ ધરી છે.

(2:03 PM IST)