<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th September 2024

જૂનાગઢની સગીરા પર રાજકોટની અલગ અલગ હોટલમાં દુષ્‍કર્મ, દેહ વેપાર મામલે ૨ શખ્‍સ રિમાન્‍ડ પર

તરૂણીને પ્રેમજાળમાં ફસાવી દગો દેનાર રાજકોટના અરબાઝ સહિત દુષ્‍કર્મ ગુજારનાર ૮ શખ્‍સની તલાશ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૧૪: જૂનાગઢની સગીરા પર રાજકોટની અલગ અલગ હોટલમાં દુષ્‍કર્મ, દેહ વેપાર મામલે ૨ શખ્‍સને પોલીસે  રિમાન્‍ડ પર મેળવી સગીરાનો પ્રેમી રાજકોટના અરબાઝ સહિત દુષ્‍કર્મ ગુજારનાર ૮ શખ્‍સની તલાશ હાથ ધરી છે.

જૂનાગઢના સુખનાથ ચોક વિસ્‍તારમાં રહેતા પરિવારની ૧૫ વર્ષની સગીરાઁફૂ૪ રાજકોટ ખાતે રહેતો અરબાઝ નામના શખ્‍સે સોશિયલ મીડિયા મારફત પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી હતી. ગત તા. ૨૦ ઓગસ્‍ટના રોજ સગીરાને રાજકોટ બોલાવી હતી. આથી જૂનાગઢમાં સૈયદ વાડા વિસ્‍તારમાં રહેતો રીહાન ઉર્ફે રેહાન યુનુસ શેખની સાથે બાઈક પર દોલતપરા ખાતે પહોંચી હતી અને ત્‍યાંથી બસમાં બેસી રાત્રિના દસ વાગ્‍યે તરુણી બસમાં રાજકોટ ગોંડલ ચોકડી ખાતે ઉતરી હતી. ત્‍યાંથી અરબાઝે બાઈક પર લઈ ગયો હતો. અને જુદી જુદી હોટલમાં રાખી વારંવાર દુષ્‍કર્મ આચર્યું હતું. દરમિયાન સગીરાના પિતાએ દીકરી ગુમ થયાની એ ડિવિઝન પોલીસ સ્‍ટેશનમાં નોંધાવી હતી. જેના આધારે પીઆઈ બી. બી. કોળી, રાઈટર સુરેશભાઈ કારેથાની ટીમે તપાસ હાથ ધરી હતી.

આ દરમિયાન સગીરાનુ લોકેશન રાજકોટમાં કિસાનપરા સ્‍થિત ઓમ હોટલનું મળતા પોલીસે ધસી જઈ તપાસ કરતા સગીરા હોટલમાંથી રાજકોટના રણછોડનગરમાં આવેલ શ્રીરામ કોમ્‍પ્‍લેક્‍સના ગ્રાઉન્‍ડમાં રહેતો કિરણ કાલુસિંગ બિસ્‍ટ સાથે મળી આવી હતી.

સગીરાની પોલીસે પૂછપરછ કરતાં નિવેદનમાં જણાવ્‍યું હતું કે, અરબાજે રાજકોટની અલગ અલગ હોટલમાં લઈ જઈ શરીર  સંબંધ બાંધ્‍યો હતો. તેમજ અરબાજે તેના મિત્રો સાથે શરીર સંબંધ બાંધવા મોકલી દેહવેપાર કરાવતો હોવાનું જણાવ્‍યું હતું. સગીરાએ નિવેદનમાં જણાવ્‍યું હતું કે, ૨૦ ઓગસ્‍ટના રોજ અરબાજ પાસે પહોંચવા માટે રીહાન ઉર્ફે રેહાનને બાઈક પર દોલતપરા સુધી મૂકી જવાનું કહ્યું હતું પરંતુ તેણે આ માટે શરીર સંબંધ બાંધી દુષ્‍કર્મ આચર્યું હતું.

સગીરાએ પોલીસ સમક્ષ નોંધાવેલા નિવેદનમાં જણાવ્‍યું હતું કે, આરોપી આકાશે હોટલમાં રૂમ આપી ગ્રાહકો બોલાવી તેની પાસેથી રૂપિયા લઇ શરીર સંબંધ બંધાવ્‍યો હતો. અને પોતેએ પણ શરીર સંબંધ બાંધી દુષ્‍કર્મ આચર્યું હતું.

આ કેસમાં પોલીસે કિશોરીના નિવેદનના આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્‍યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૬૪ (૨) (આઈ), ૬૪ (૨) (એમ), ૬૫ (૧), ૯૯ તથા પોક્‍સો એક્‍ટની કલમ ૪, ૫ (એલ) ૬, ૮, ૧૨ મુજબની કલમનો ઉમેરો કરી કાર્યવાહી હાથ ધરી હતી.

પીઆઈ કોળી સહિતના પોલીસ સ્‍ટાફે જૂનાગઢના રેહાન શેખ અને કિરણ કાલુસિંગની ધરપકડ કરી બંનેને ૪ દિવસનાં રિમાન્‍ડ પર મેળવી અન્‍ય ૮ શખ્‍સની શોધખોળ હાથ ધરી છે.

(2:05 PM IST)