News of Saturday, 14th September 2024
ઝીંઝુવાડા પોલીસ ઉપર હુમલો કરનાર ફરારીએ ગામમાં આવી વૃધ્ધને મારી નાખ્યા
આઠ મહિના પહેલા બનેલ ઘટના બાદ જેને પોલીસ શોધી રહી છે તે જાલમસિંહે ૮૦ વર્ષના ગઉભા ઝાલા ઉપર કાર ચડાવી દીધી સુરેન્દ્રનગર જીલ્લામાં હત્યાના બનાવથી ભારે સનસનાટી

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૧૪: સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા અત્યંત ખાડે ગયા હોય તેમ આઠ મહિના પહેલા ઝિંઝુવાડા પોલીસ ઉપર હુમલો કરી અને ટોળા દ્વારા આરોપીને છોડાવી લેવામાં આવ્યો હતો તે જાલમસિંહ હજુ સુધી પોલીસ પકડથી દૂર છે અને ગુજરાત પોલીસ હજુ ગોતી રહી છે. ત્યારે આ જાલમસિંહએ ગામમાં આવી એક વૃધ્ધ ઉપર કાર ચડાવી દઈ તેની હત્યા કરી નાખ્યાનાં બનાવ બનતા સનસાનટી મચી છે.
આઠ મહિના પહેલા પોલીસને બાતમી આપી હતી તે અંગેનો રાગ દ્વેષ રાખી ત્યારબાદ ઝીંઝુવાડા ગામે કારમાં આવી જાલમસીહ અને અન્ય લોકો દ્વારા કાર ચડાવી દેવામાં આવી હતી. આ બનાવમાં પોલીસે સામ સામે ગુનો દાખલ કર્યો હતો અને ૩૦૭ જેટલી બે પક્ષો સામે ગુનો દાખલ કર્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી જોકે આ ઘટના બાદ આજે ગઉભા ઝાલા સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે એટલે આ ગુનો હત્યામાં ફેરવાયો છે.
પોલીસ ઉપર હુમલો કરી પોલીસની આંગળીઓ કાપી નાખનાર અને પોલીસ ઝાપતામાંથી ભાગી ગયેલો જાલમસીંહ ગામમાં આવી અને હત્યા કરી જાય અને પોલીસને આ બાબતની કોઈ જાણ પણ ન થાય.તેની સામે સવાલ ઊભા થઈ રહ્યા છે કારણકે પોલીસ ઉપર હુમલો કરનાર ઇસમો ગામમાં અવારનવાર દેખાતા હોવાની ફરિયાદ પણ મળી છે. તે પ્રકારનો ઘાટ સર્જાયો હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે.
હવે તપાસનો ધમધમાટ પોલીસ કરી રહી છે પરંતુ પોલીસ પોતે પોતાને ન્યાય નથી અપાવી શકી. કારણ કે હુમલો પોલીસ ઉપર થયો હતો છતાં આઠ મહિનાથી આરોપી ફરાર છે અને આ જ આરોપી ગામમાં આવી અને હત્યા કરી નાખે તો નવાઈ ની વાત કહેવાય..? હવે આ જાલમસિંહ પોલીસ પકડમાં કયારે આવશે તે પણ એક સવાલ છે.
(2:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
