News of Saturday, 14th September 2024
મુખ્યમંત્રી ૨૦મીએ અમરેલીમાં

(અરવિંદ નિર્મળ દ્વારા)અમરેલી,તા. ૧૪: આગામી તા. ૨૦મીએ અમરેલી જિલ્લાના પ્રવાસે આવી રહેલા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના આગમનને લઇને તૈયારીઓ કરાઇ રહી છે ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા, સાંસદશ્રી ભરત સુતરીયા મહેશ કસવાળા, જેવી કાકડીયા, જનક તળાવિયા તથા કલેકટર અજય દહિયા ડીડીઓ પરીમલ પંડયા, ડીવાયએસપી ચિરાગ દેસાઇ સહિતના સબંધીત અધિકારીઓને સાથે લઇ રાખી અમરેલીમાં વિવિધ લોકાપર્ણ તથા ખાતમુહુર્તના સ્થળોએ નિરીક્ષણ કરીજરુરી સુચનાઓ આપી હતી.એક તરફ રાજયભરમાં રસ્તાઓ, સેવા સેતુ, સ્વચ્છતા ઝુંબેશ સહિતના કામોશરૂ થતાહોય અમરેલીમાં મુખ્યમંત્રીનાઆગમનને લઇને ગુજરાત ગૌરવદીવસ જેવી તૈયારીઓનો ધમધમાટ દેખાઇ રહયો છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલનાં આગમનથી ભાજપ કાર્યકરોમાં નવી ચેતનાનો સંચાર થયો છે.
(2:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
