<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th September 2024

દેવભૂમિ દ્વારકા જિલ્લાની સને-૨૦૨૪ની તૃતિય રાષ્ટ્રીય લોક-અદાલત/સ્પેશીયલ મેજીસ્ટ્રેયીલ સીટીંગનું ઉત્કૃષ્ટ પરીણામ

કુલ ૩૩૩૧ કેસોનો સુખઃદ નિવેડો :કુલ ૪,૧૨,૦૯,૭૨૫ રકમના હુકમો:અદાલતોના ટોટલ પેન્ડીંગ કેસોમાં એક જ દિવસમાં ૧૭.૩૪ ટકાનો ઘટાડો: ઉજાસ - એક આશાની કિરણ" પ્રિ - લિટીગેશન મેટ્રીમોનિયલ ડીસ્પુટ લોક અદાલત અંતર્ગત કુલ ૧૩૫ કેસો મુકવામાં આવ્યા હતા જેમાંથી કુલ ૧૧૫ કેસોનો સુખદ નિવેડો લવાયો

( કૌશલ સવજાણી દ્વારા ) ખંભાળીયા :દેવભૂમિ દ્વારકા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા અદાલત, દેવભૂમિ દ્વારકા દ્વારા સમગ્ર દેવભૂમિ દ્રારકા  જિલ્લા માં સને-૨૦૨૪ ની , તૃતિય રાષ્ટ્રીય લોક-અદાલતનુ સફળતા પુર્વક આયોજન કરવામાં આવેલ અને તેમાં ઉત્કૃષ્ટ પરીણામ મેળવેલ છે. જેમાં ૩૩૩૧ કેસોનો સુખઃદ નિવેડો લાવવામાં આવેલ જેમાં ૪,૧૨,૦૯,૭૨૫/- રકમના હુકમો કરવામાં આવેલા કેસો પુરા કરવામાં આવેલ હતા. દેવભૂમિ દ્રારકા જિલ્લાની અદાલતો ના ટોટલ પેન્ડીંગ કેસોમાં એક જ દિવસમાં ૧૭.૩૪ ટકાનો નોંધાયેલો મહત્તવનો રેકર્ડબ્રેક ઘટાડો.


ધી નેશનલ લીગલ સર્વીસીસ ઓથોરીટી એકટ-૧૯૮૭, નામદાર સુપ્રિમ કોર્ટની અનુશ્રામાં રાષ્ટ્રીય લેવલ ઉપર કાનૂની સેવાના ક્ષેત્રમાં કામ કરતી ઓટોનોમસ બોડી રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તેમજ રાજય લેવલે નામદાર ગુજરાત હાઇકોર્ટ ની અનુશ્રામાં કામ કરતી બોડી ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના  પેટ્રોન ઈન ચીફ અને ગુજરાત હાઇકોર્ટ ના નામદાર ચીફ જસ્ટીસ શ્રીમતી સુનિતા અગ્રવાલ સાહેબ ના ડાયરેકશન અને ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના નામદાર એક્ઝિક્યુટિવ ચેરમેન સાહેબ (સિનિયર મોસ્ટ જસ્ટીસ ઓફ ગુજરાત હાઇકોર્ટ) જસ્ટીસ બિરેન વૈશ્નવ સાહેબ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના એડમિનિસ્ટ્રેટિવ જસ્ટીસ એચ.એસ. પ્રચ્છક સાહેબ માર્ગદર્શન અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મેમ્બર સેક્રેટરી આર.એ.ત્રિવેદી સાહેબ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, દેવભૂમિ દ્વારકા ના ચેરમેન સાહેબ એસ.વી.વ્યાસ સાહેબ સીધી દેખરેખ હેઠળ દ્વારા તારીખઃ- ૧૪/૦૯/ર૦ર૪, શનિવાર (જાહેર રજાના દિવસ) ના રોજ સમગ્ર દેવભૂમિ દ્રારકા જિલ્લામાં આવેલ તમામ અદાલતોમાં વર્ષ- ૨૦૨૪ ની તૃતીય રાષ્ટ્રીય લોક-અદાલત તેમજ સ્પેશીયલ મેજીસ્ટ્રેયીલ સીંટીંગનુ આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં અદાલતમાં ચાલતા હોય તેવા તમામ સમાધાન લાયક સિવિલ તથા ફોજદારી કેસો જેવા કે,લગ્ન વિષયક તકરારો મોટર અકસ્માત વળતર કેસદિવાની કેસકામદાર વળતર કેસમોબાઇલ કંપની સાથેના વિવાદફોજદારી સમાધાન પાત્ર ગુન્હાઓના કેસ જમીન સંપાદન વળતર કેસબેન્ક રીકવરી કેસપેન્શન કેસગ્રાહક સેવા તકરારની બાબતોવીજ કંપનીના કેસ
વિગેરે તમામ કુલ ૧૫૬૦ કેસો કુલ મુકવામાં આવ્યા હતા. જેમાંથી કુલ ૧૪૯૨ કેસોનો સમાધાન દ્વારા નિકાલ લાવવામાં આવ્યો જેના કુલ ૩,૭૦,૬૭,૬૯૯/- રકમના હુકમો થયેલ. જેમાં અદાલત માં  ૧૦ વર્ષ કે તેથી વધુ સમય થી પેન્ડિંગ હોય તેવા ૦૧ સિવિલ કેસ લોક અદાલત ના માધ્યમ થી નિકાલ લાવવામાં આવ્યો હતો.
આ ઉપરાંત પ્રિ-લીટીગેશન કેસો, જેમાં વીજ કંપનીના બાકી લેણાંનાં કેસો, ટ્રાફિક ચલણના કેસો, બેંક રીકવરી કેસો, વૈવાહિક તકરારો અંગે ના કેસો માટે પ્રિ-લીટીગેશન અદાલતનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ ૨૪૭૨ કેસો મૂકવામાં આવ્યા હતા જેમાંથી કુલ ૧૭૨૪ કેસો માં સમાધાન દ્વારા નિકાલ લાવવામાં આવ્યો જેની કુલ દાવા ની રકમ રૂ. ૪૧,૪૨,૦૨૬/- થઈ હતી જે કેસો ભવિષ્ય માં તકરાર ઉદ્દભવતા અટકાવી સુખદ સમાધાન લાવવામાં આવ્યું હતું.

તે ઉપરાંત નામદાર ગુજરાત હાઈકોર્ટ ના ચીફ જસ્ટિસ સાહેબના હસ્તે શરૂ કરવામાં આવેલ " ઉજાસ - એક આશા ની કિરણ" પ્રિ - લિટીગેશન મેટ્રીમોનિયલ ડીસ્પુટ લોક અદાલત અંતર્ગત કુલ ૧૩૫ કેસો મુકવામાં આવ્યા હતા જેમાંથી કુલ ૧૧૫ કેસો ની સમાધાન ના માધ્યમ દ્વારા નિકાલ કરવામાં આવ્યો.
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્રારા જુદા-જુદા સ્ટેક હોલડરો જેવા કે, વકીલઓ, સરકારી વકીલશ્રીઓ, પોલીસ અધિકારીઓ, કલેકટર તથા રેવન્યુ ખાતાના અધિકારીઓ, બેંક તથા ફાયનાન્સીયલ ઇન્સ્ટીટયુટના અધિકારીઓ તથા સંસ્થાઓના હોદેદારો સાથે સદર લોક અદાલત તથા સ્પેશીયલ મેજીસ્ટ્રેયીલ સીટીંગના સંદર્ભમાં જ્યુડીશ્યલ ઑફીસર સાહેબો સાથે રૂબરૂ તથા ઓનલાઈન પીરીયોડીકલી મીટીંગો યોજી પરીણામલક્ષી આયોજન કરવામાં આવેલ, લીટીગેશન તથા પ્રિ-લીટીગેશન કેસો માટે પ્રિ કાઉન્સીલીંગ તથા પ્રિ સિટિંગ યોજવામાં આવેલ પધ્ધતી સરના આયોજન થકી દેવભૂમિ દ્રારકા જિલ્લામાં યોજાયેલ રાષ્ટ્રીય લોક-અદલત તથા સ્પેશીયલ મેજીસ્ટ્રેયીલ સીટીંગમાં કુલ ૩૩૩૧ કેસોનો સુખઃદ નીવેડો લાવવામાં આવેલ તથા કુલ ૪,૧૨,૦૯,૭૨૫/- રકમના હુકમો  થયેલા હતા. જેમાં તાલુકા કાનૂની સેવા સમિતિ, કલ્યાણપુર દ્રારા- ૪૮૩, તાલુકા કાનૂની સેવા સમિતિ, ઓખા દ્રારા- ૨૩૪, તાલુકા કાનૂની સેવા સમિતિ, ભાણવડ દ્રારા- ૧૯૯, તાલુકા કાનૂની સેવા સમિતિ, દ્રારકા દ્રારા- ૨૩૩ કેસો ફેસલ કરવામાં આવ્યા. આમ આ નેશનલ લોક અદાલત માં કુલ ૩૩૩૧ કેસો નો સમાધાન કારી નિકાલ કરવામાં આવેલ છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના, સચિવની યાદીમાં જણાવવાનુ છે.

(6:02 PM IST)