News of Saturday, 14th September 2024
કચ્છના મુન્દ્રા પોર્ટ ઉપરથી ૧૪ કરોડની પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત: શીપમાં રવાના થયેલ ત્રણ કન્ટેનર પાછા મંગાવાયા, કસ્ટમ દ્વારા ૨૫૦૦૦ ટ્રામાડોલ ટેબ્લેટના ૧૨૮ કાર્ટૂન જપ્ત
નિકાસ કરનાર કંપની તેમ જ આ જથ્થો કયા જવાનો હતો એની વધુ તપાસ : ક્સ્ટમ દ્વારા હજી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરાઈ નથી

વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૪ : મુન્દ્રા પોર્ટ ઉપરથી ૧૪ કરોડની પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે શીપમાં રવાના થયેલ ત્રણ કન્ટેનર પાછા મંગાવાયા છે.
કસ્ટમ દ્વારા ૨૫૦૦૦ ટ્રામાડોલ ટેબ્લેટના ૧૨૮ કાર્ટૂન જપ્ત કરીને ક્સ્ટમ દ્વારા વધુ તપાસ ચાલુ છે, વધુ વિગતો મેળવાઈ રહી છે.
નિકાસ કરનાર કંપની તેમ જ આ જથ્થો કયા જવાનો હતો એની વધુ તપાસ ચાલુ છે. ક્સ્ટમ દ્વારા હજી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરાઈ નથી.
(6:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
