News of Saturday, 14th September 2024
જામનગર જિલ્લામાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં એકીસાથે ૭,૯૮૬ કેસોમાં થયું સમાધાન
જિલ્લાની અદાલતોમાં મુકાયેલા કેસોના સમાધાનના ભાગરૂપે ૧૯ કરોડ ૨૮ લાખમાં સેટલમેન્ટ થયું

જામનગર: જામનગર જિલ્લામાં લોક અદાલત યોજાઈ હતી, આ અદાલતોમાં સમાધાન માટે ૧૭૧૯૭ થી વધુ કેસો મુકવામાં આવ્યા હતા. જેમાં ૭૯૮૬ કેસોમાં સમાધાન થયું હતું, અને ફુલ ૧૯ કરોડ ૨૮ લાખનું સેટલમેન્ટ થયું છે.
જામનગર માં શનિવારે લોક અદાલત યોજાઇ હતી. જેમાં સમાધાન માટે કૂલ ૧૭૧૯૭ કેસો મુકવામાં આવ્યા હતા જેમાં પ્રિ-લીટીગેશન ના ૧૧૬૮૦ ,.લોક અદાલત નાં ૨૬૦૦ જ્યારે સ્પેશિયલ સીટીંગના ૨૯૧૭ નો સમાવેશ થાય છે.
જે પૈકી આજે એકીસાથે ૭,૯૮૬ કેસોમાં સમાધાન થયું હતું. જામનગર ની લોક અદાલતોમાં આજે રૂબરૂ કાર્યવાહી કરવામાં આવી હતી. અને ફુલ ૧૯,૨૮,૭૦,૨૬૨ રૂપિયાના સેટલમેન્ટ થયા છે.
(8:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
