News of Monday, 16th September 2024
જ્યોત સે જ્યોત જલાવો: ઉપલા દાતાર મહાપર્વ ઉર્સ પ્રસંગે દીપમાળા-મહેંદીનો કાર્યક્રમ હજારો દીવડા પ્રગટાવ્યા
ઢોલ નગારાના નાદ સાથે સૌ કોઈ આ દિવ્ય દીપમાળા ના દર્શન કરીને ધન્ય બન્યા : જગ્યાના મહંત શ્રી ભીમ બાપુ દ્વારા સુંદર મજાની વ્યવસ્થા અને ભોજન પ્રસાદ ની વ્યવસ્થા કરાઈ :આજે સાંજે મેળાની પુર્ણાહુતિ થશે.

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૬ : જુનાગઢ કોમી એકતા ના પ્રતિક સમી ઉપલા દાતાની ધાર્મિક જગ્યા ખાતે દાતાર બાપુનો મહાપર્વ ઉર્સનો મેળો જગ્યાના મહંત શ્રીભીમ બાપુ ની નિશ્રામાં ચાલી રહ્યો છે. ત્યારે ઉર્શના આજે ત્રીજા દિવસે રાત્રિના જ્યોત સેજ્યોત જલાઓના અભિગમ સાથે જગ્યા ખાતે ગુફામાં પ્રજલિત અખંડ જ્યોતના દીવાથી આખી જગ્યાને પ્રજલિત કરાઈ હતી અને હજારો દીવડા પ્રગટાવી મહેંદી દીપમાળા નો કાર્યક્રમ ધામધૂમથી ઉજવાયો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત ભાવિકો અને બંદોબસ્તમાં રોકાયેલા કર્મચારીઓએ પણ દીપ પ્રગટાવી દાતારની જગ્યાઓની લાઇટો બંધ કરી અને દીવડા થી આખી જગ્યાને ઝળહળતી કરાઈ હતી આ પ્રસંગે ઢોલ નગારાના નાદ સાથે સૌ કોઈ આ દિવ્ય દીપમાળા ના દર્શન કરીને ધન્ય બન્યા હતા દીપમાળા ના દર્શન કરવા પધારેલા ભાવિકો માટે જગ્યાના મહંત શ્રી ભીમ બાપુ દ્વારા સુંદર મજાની વ્યવસ્થા અને ભોજન પ્રસાદ ની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાઈ હતી.આજે સાંજના મેળાની પુર્ણાહુતિ થશે.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(9:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
