<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th September 2024

જૂનાગઢનાં સગીરા દુષ્‍કર્મ કેસમાં રાજકોટની અલગ અલગ હોટલમાં બીજા દિવસે પણ તપાસ

૩ શખ્‍સ રાઉન્‍ડઅપ, અન્‍યની તજવીજ, હોટલોના સીસીટીવી ફૂટેજ કબજે

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા.૧૫ : જૂનાગઢના સગીરા દુષ્‍કર્મ કેસમાં   પોલીસની ૨ ટીમે રાજકોટમાં પડાવ કરી બીજા દિવસે પણ રાજકોટની અલગ અલગ હોટલમાં તપાસનો ધમધમાટ કર્યો હતો.

એસપી હર્ષદ મહેતાની સૂચનાથી ડીવાયએસપી હિતેશ ધાંધલ્‍યાનાં માર્ગદર્શનમાં એ ડિવિઝનના બીબી કોળી, પીએસઆઇ જે. આર. વાઝાની ટીમ દ્વારા શનિવારથી આરોપી રિહાન ઉર્ફે રેહાન યુનુસ શેખ અને કિરણ કાલુસિંગ બિસ્‍ટને સાથે રાખી રાજકોટની હોટલોમા તપાસ કરવામાં આવી રહી છે.

૨ ટીમના પોલીસ અધિકારીઓ, કર્મીઓ ૧૦ સભ્‍યએ રવિવારે બીજા દિવસે પણ અલગ અલગ હોટલમાં તપાસ, પંચનામુ, નિવેદન, સીસીટીવી ફૂટેજ કબજે લેવાની કાર્યવાહી કરી હતી.

આ દરમ્‍યાન ૩ શખ્‍સને રાઉન્‍ડ અપ કરવામાં આવ્‍યા હતા જેની સાથે સાથે અન્‍ય શખ્‍સોની અટક કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ શખ્‍સોને જૂનાગઢ ખાતે લાવી વિધિવત ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

(9:53 AM IST)