તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Monday, 16th September 2024
સાવરકુંડલાના શેલણા ગામે એકી સાથે પાંચ ગાયોનું મારણ કરતો સિંહ પરિવાર

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા,તા. ૧૬: સાવરકુંડલાના શેલણા ગામની સીમમાં પાંચ ગાયોનો સાવજ પરિવારે શિકાર કરી લીધો હતો.
એકી સાથે પાંચ ગાયોના શિકારની ઘટના સાવરકુંડલા તાલુકાના જેસર રોડ ઉપર આવેલા શેલણા ગામની સીમ માં બનવા પામી છે શેલણા ગામના પુર્વ સરપંચ અને ગ્રામ્ય ભા જ પ ના અગ્રણી કાળુભાઈ લુણસરે જણાવ્યા પ્રમાણે ગામની સીમમાં ઘોહાબાપા દયાલાના ફાર્મની સામે શનીવારે વહેલી સવારે નધનીયાતી પાંચ ગાયો પર સાવજ પરિવાર ત્રાટકયો હતો અને પાંચેય ગાયોનું મારણ કર્યું હતું ગામ લોકોએ જંગલ ખાતાને બનાવની જાણ કરી હતી એકી સાથે પાંચ ગાયો સાવજ પરિવારનો શિકાર બની જતા નાના એવા શેલણા ગામમાં જીવદયા પ્રેમીઓમાં અરેરાટી પ્રસરી જવા પામી છે.
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
