<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th September 2024

જૂનાગઢના શિક્ષક સાથે અજાણ્‍યા શખ્‍સે આચરી ૯૯૫૦૧ની ઓનલાઇન છેતરપિંડી

ડોકટરને એપોઇન્‍ટમેન્‍ટ મેળવવા કોલ કરતા ફસાયા

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૧૫: જૂનાગઢના શિક્ષક સાથે અજાણ્‍યા શખ્‍સે રૂપિયા ૯૯,૫૦૧ની ઓન લાઇન છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જૂનાગઢમાં ઝાંઝરડા રોડ ઉપર રણછોડ નગરની પાછળ આવેલ જોગી પાર્ક સોસાયટીમાં રહેતા શિક્ષક કિશોરચંદ્ર છગનલાલ દવેએ ૮ ઓગસ્‍ટના રોજ ગૂગલમાં રાજકોટના ડોક્‍ટર રાજેશ તેલી નંબર મેળવતા હતા ત્‍યારે ફ્રોઈડ નંબર મળી જતા તેમાં એપોઇન્‍ટમેન્‍ટ મેળવવા માટે કોલ કર્યો હતો.

જેથી સામેથી અજાણી મહિલાએ ડોક્‍ટર રાજેશ તેલીના દવાખાનાથી બોલું છું એવું ખોટું બોલી એપોઇન્‍ટમેન્‍ટ માટે એક લિંક મોકલી હતી. આ લીંક શિક્ષકે પોતાના મોબાઈલમાં ઓપન કરેલ હોય જેના કારણે શિક્ષકના બેન્‍ક એકાઉન્‍ટ માંથી અલગ અલગ ચાર ટ્રાન્‍જેક્‍શનથી કુલ રૂપિયા ૯૯,૫૦૧ની ની રકમ ટ્રાન્‍સફર કરી લીધી હતી.

આ પછી ઓનલાઈન નાણાકીય છેતરપિંડી થયો હોવાનું માલુમ પડતા શિક્ષકે બી ડિવિઝન પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી તેના આધારે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી વધુ તપાસ મહિલા પીઆઈ એચ. પી. ગઢવી ચલાવી રહ્યા છે.

(9:55 AM IST)