News of Monday, 16th September 2024
ધ્રોલના જાયવામાં વિજ પોલ ઉપર ચડીને લાઇટ રીપેરીંગ કરતા શોક લાગતા વૃધ્ધનું મૃત્યુ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ,તા. ૧૬: ધ્રોલના જામનગર રાજકોટ હાઇવે પર આવેલ જાયવા ગામે તેજાભાઇ ઓધવજીભાઇ સીણોજીયા વૃધ્ધ વાડીમાં વિસ્તારમાં ઇલેકટ્રીક પોલ પર ચડી લાઇટ રીપેરીંગ કરતા હતા અચાનક ઇલેકિટ્રક શોક લાગતા વૃધ્ધનું તેમનું મૃત્યુ થયુ છે. મૃતદેહને હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવેલ હતો. ધ્રોલ પોલીસે વધુ તપાસ હાથ ધરેલ છે.
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
