News of Monday, 16th September 2024
ગોંડલ નાગરીક બેન્કની ચુંટણીમાં ભાજપનો જય જયકાર
જયરાજસિંહ જાડેજાનું રાજકીય વર્ચસ્વ બરકરારઃ યતિશ દેસાઇની પેનલનો સફાયોઃ સૌથી વધુ મત મેળવીને અશોક પીપળીયા કીંગમેકર સાબીત થયાઃ જેલમાં રહેલા ગણેશભાઇ (જયોતિરાદિત્યસિંહ)નો જવલંત વિજય

પ્રથમ તસ્વીરમાં ધારાસભ્ય ગીતાબા જાડેજા, બીજી તસ્વીરમાં પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, ત્રીજી તસ્વીરમાં અશોક પીપળીયા તથા અન્ય તસ્વીરમાં મતદારો તથા યતિશભાઇ દેસાઇ અને છેલ્લી તસ્વીરમા઼ ધારાસભ્ય ગીતાબા જાડેજાના ઘર પાસે આતશબાજી થઇ તે નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)(૪.૨૪)
(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ, તા.,૧૬: ગોંડલ નાગરિક બેંકની હાઇવોલ્ટેજ ડ્રામા સમી ચુંટણી નું પરીણામ જાહેર થતા ભાજપ પ્રેરીત પેનલ નાં તમામ અગીયાર ઉમેદવારો નો જ્વલંત વિજય થયો છે.જ્યારે કોંગ્રેસનાં યતિષભાઈ દેસાઈ ની પેનલ ની ધોબી પછડાટ સાથે કરારી હાર થઇ છે.ચુંટણીમાં અપક્ષ ઉમેદવારની ડીપોઝીટ ડુલ થઇ છે. ભાજપની પેનલનો જયજયકાર થતા સમર્થકો એ ઢોલ નગારા વગાડી ફટાકડા ફોડી વિજયને વધાવ્યો હતો. હાલ જુનાગઢની જેલમાં રહેલા જયરાજસિહનાં પુત્ર જ્યોતિરાદિત્યસિંહ (ગણેશભાઈ)નો વિજય થતા ગુજરાતનાં સહકારી ક્ષેત્રમાં જેલમાં રહી ચુંટણી જીતવાની પ્રથમ ઘટના બની છે.
સમગ્ર ગુજરાતની જેના પર મીટ મંડાઇ હતી તેવી ગોંડલ ની નાગરિક બેંકની ચુંટણીની મતગણતરી રાત્રીનાં ૮.૩૦ કલાકે શરુ થઈ હતી.મત ગણત્રી ની શરુઆત થી જ ભાજપ પ્રેરીત પેનલનાં તમામ ઉમેદવારો લીડ સાથે આગળ ચાલી રહ્યા હતા.આજે વહેલી સવારે પરીણામ જાહેર થતા ભાજપ પ્રેરીત પેનલનો વિજય થયો હતો.ચુંટણીનું પરિણામ જોતા મતદારોએ વાદવિવાદને બદલે વિકાસને પસંદ કર્યાનું સ્પષ્ટ થયુ છે. આ સાથે જયરાજસિહ જાડેજાનુ રાજકીય વર્ચસ્વ બરકરાર રહેવા પામ્યુ છે.તો સૌથી વધુ મત મેળવી ચેરમેન અશોકભાઈ પીપળીયા કીંગમેકર સાબીત થયા છે. છેલ્લા ચાર વર્ષ માં ચેરમેન અશોકભાઈ પીપળીયાએ નાગરિક બેંકને વિકાસની ટોચ પર પંહોચતી કરી કુશળ વહીવટ દાખવ્યો તે ભાજપની જીતનો ટર્નીગ પોઇન્ટ બન્યો છે. ચુંટણીમાં આમ જોઈએ તો જ્યોતિરાદિત્યસિંહ (ગણેશભાઈ)નું રાજકીય લોંચીંગ થયુ છે. જેલમાં હોવા છતા જીત મેળવી તેમણે નવો રાજકીય આયામ સર્જ્યો છે.
ચુંટણી પરીણામ પર નજર કરીએ તો ભાજપ પ્રેરીત પેનલનાં અશોકભાઈ પીપળીયાને ૬૩૨૭,હરેશકુમાર વાડોદરીયા ને ૬૦૦૦,જ્યોતિરાદિત્યસિંહ (ગણેશભાઈ) ને ૫૯૯૯,ઓમદેવસિંહ જાડેજાને ૫૯૪૭, કિશોરભાઈ કાલરીયાને ૫૭૯૫, પ્રહલાદભાઇ પારેખને ૫૭૬૭, પ્રમોદભાઇ પટેલને ૫૭૬૭, ફુલભાઈ ટોળીયાને ૫૪૮૧,ભાવનાબેન કાસોંદરા ને ૬૧૨૦,નીતાબેન મહેતાને ૫૮૯૩ તથા દિપકભાઈ સોલંકી ને ૫૭૩૮ મત મળ્યા છે.
કોંગ્રેસ પ્રેરીત નાગરિક સહકાર સમિતી નાં યતિષભાઈ દેસાઈ ને ૩૫૨૭,કલ્પેશભાઈ રૈયાણી ને ૩૦૯૫,લલીતભાઈ પટોળીયાને ૩૦૬૩, જયદીપભાઇ કાવઠીયાને ૩૦૩૧, સંદીપભાઈ હીરપરાને ૨૮૯૨,રમેશભાઈ મોણપરાને ૨૮૭૫, વિજયભાઈ ભટ્ટને ૨૮૦૭, કિશોરસિહ જાડેજાને ૨૮૦૦, ક્રીષ્નાબેન તન્નાને ૩૩૩૫,જયશ્રીબેન ભટ્ટી ને ૩૦૧૧ તથા જયસુખભાઇ પારઘીને ૨૮૬૮ મત મળ્યા છે.જ્યારે અપક્ષ ઉમેદવાર પ્રતિપાલસિંહ ઝાલાને માત્ર ૧૯૫ મત મળતા તેમણે ડીપોઝીટ ગુમાવી છે.
મતગણતરીને લઈને કડવા પટેલ સમાજ માં ૩૦ બુથ ઉભા કરાયા હતા.ચુંટણી અધીકારી જે.બી.કાલરીયા નાં માર્ગદર્શન હેઠળ નાગરિક બેંકનાં ૫૫ કર્મચારીઓ, ૯૦ શિક્ષકો તથા ૩૦ માર્કેટ યાર્ડનાં કર્મચારીઓ ને કામે લગાડયા હતા.
ચુંટણી ઉતેજનાત્મ બની રહી હોય કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે એક ડીવાયએસપી,બે પીઆઇ, અગીયાર પીએસઆઇ, ૧૮૦ પો.કોન્સ્ટેબલ, એલસીબી, એસઓજી તથા હોમગાર્ડ સહિત નો બંદોબસ્ત ગોઠવાયો હતો. જીલ્લા પોલીસ વડા રાઠોડે પણ મતદાન મથક ની મુલાકાત લીધી હતી.એકંદરે શાંતીપુર્ણ ચુંટણી યોજાઇ હતી.(૪.૨૬)
ગોંડલ નાગરિક બેંકની ચુંટણીમાં ગ્રામ્ય મતદારોએ ઉત્સાહઃ શહેરી મતદારો નીરસઃ હાઇપ્રોફાઇલ બનેલી ચુંટણી શાંતીપુર્ણ
(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૧૬: ગોંડલ નાગરિક બેંક નું સહકારી સેકટર માં મોટુ નામ ના હોવા છતા બેંક ની ચુંટણી એ આખા ગુજરાત નું ધ્યાન ખેંચ્યુ હતુ. હાઇપ્રોફાઇલ બનેલી આ ચુંટણી માં આજે મતદાન પુર્ણ થતા કુલ ૫૮૦૦૦ મતદારો પૈકી ૧૦૬૦૬ મતદારોએ મતદાન કર્યુ હતુ.ગત વર્ષ ની ચુંટણી માં ૯૫૦૦ નું મતદાન થવા પામ્યુ હતુ.તે જોતા આ ચુંટણીમાં ૧૧૦૬ મત નો વધારો થયો છે.
નાગરિક બેંક ની ચુંટણી પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા,વર્તમાન ચેરમેન અશોકભાઈ પીપળીયા અને પુર્વ ચેરમેન કોંગ્રેસ નાં યતિષભાઈ દેસાઈ માટે પ્રતિષ્ઠા નાં જંગ સમી બની રહી હોય
બહુ ગાજેલી ચુંટણી નું ગઇકાલે મતદાન થતા સવાર થી જ કડવા પટેલ સમાજ ખાતે મતદારોનાં ટોળા ઉમટયા હતા.અને મતદાન માટે લાંબી કતારો જામી હતી.સવારે નવ થી બપોર નાં બાર દરમિયાન ૪૯૭૭ મત પડ્યા હતા.ત્રણ વાગ્યે ૮૩૦૦ તથા સાંજે ચાર કલાકે નું ૯૮૧૦ મત દાન થયુ હતુ.સાંજે પાંચ કલાકે મતદાન પુર્ણ થતા ૧૦૬૦૬ નું કુલ મતદાન થયુ હતુ.
નાગરિક બેંક ગોંડલ માં ત્રણ ઉપરાંત રાજકોટ, શાપર,જશદણ,દેરડી,સાણથલી સહિત આઠ બ્રાંચ ધરાવતી હોય બપોર સુધી દેરડી જશદણ સાણથલી સહિત નાં મતદારો નો ઘસારો રહ્યો હતો.બપોર બાદ મતદાન ની ગતી મંદ બની હતી.મતદાન મા શહેરી મતદારો ની ઉદાસીનતા નજરે પડતી હતી.
ધારાસભ્ય ગીતાબા જાડેજા તથા તેમના પતિ પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાએ સવારમાં મતદાન કર્યુ હતુ.અને બપોર સુધી મતદાન મથક પર હાજર રહ્યા હતા.તેમના પુત્ર ગણેશભાઈ જેલ માં રહી આ ચુંટણી લડી રહ્યા છે. (૪.૨૬)
ગોંડલ નાગરીક બેન્કની ચુંટણીમાં કોને કેટલા મત મળ્યા
ગોંડલ, તા., ૧૬: ગોંડલ નાગરીક બેન્કની ચુંટણીમાં કોને કેટલા મત મળ્યા તેની યાદી નીચે મુજબ છે.
સામાન્ય વિભાગમાં અશોકભાઇ ભીખુભાઇ પીપળીયા ને ૬૩ર૭ મત, હરેશકુમાર આંબાભાઇ વાડોદરીયાને ૬૦૦૦ મત મળ્યા. જયોતિરાદિત્યસિંહ જયરાજસિંહ જાડેજાને પ૯૯૯ મત, ઓમદેવસિંહ પ્રભાતસિંહ જાડેજાને પ૯૪૭ મત, કિશોરભાઇ વલ્લભભાઇ કાલરીયાને પ૭૯પ મત, પ્રહલાદભાઇ હરીદાસ પારેખને પ૭૬૭ મત, પ્રમોદભાઇ ત્રીભવનદાસ પટેલને પ૬૯૦ મત, પ્રફુલભાઇ રામજીભાઇ ટોળીયાને પ૪૮૧ મત, યતિશભાઇગોવિંદભાઇ દેસાઇને ૩પર૭ મત, કલ્પેશભાઇ મનસુખભાઇ રૈયાણીને ૩૦૯પ મત, લલીતકુમાર મગનભાઇ પટોળીયાને ૩૦૬૩ મત, જયદીપ જયંતીલાલ કાવડીયાને ૩૦૧૩ મત, સંદીપભાઇ અરવિંદભાઇ હિરપરાને ર૮૯ર મત, રમેશભાઇ વલ્લભભાઇ મોણપરાને ર૮૭પ મત મળ્યા હતા.
મહિલા વિભાગમાં ભાવનાબેન ભાણજીભાઇ કાસોદરાને ૬૧ર૦ મત, નીતાબેન મયુરભાઇ મહેતાને પ૮૯૩ મત, ક્રિષ્નાબેન રાજેશભાઇ તન્નાને ૩૩૩પ મત, જયશ્રીબેન સુરેશભાઇ ભટ્ટીને ૩૦૧૧ મત મળ્યા હતા.
અનુ.જાતી / જનજાતી વિભાગમાં દિપકભાઇ વિરજીભાઇ સોલંકીને પ૭૩૮ મત, જયસુખભાઇ કલાભાઇ પારધી ને ર૮૬૮ મત મળ્યા હતા.
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
