<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th September 2024

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગણેશ મહોત્‍સવનો કાલે વિરામઃ મુર્તિઓનું વિર્સજન

ગામે ગામે આયોજીત દુંદાળા દેવના મહોત્‍સવમાં ઉમટતા ભાવિકોઃ કાલે વિસર્જન યાત્રા નિકળશે

આટકોટ અંબાજી મંદિર ચેકડેમમાં ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન

આટકોટ અંબાજી મંદિર ચેકડેમ માં ગણપતિ બાપાની મૂર્તિઓનું  વિસર્જન કરવામાં આવ્‍યું  હજુ  પણ અહીં મેળો જેવું વાતાવરણ રહેશે રવિવાર આખો દિવસ અંબાજી મંદિર ચેકડેમ ખાતે મોટી સંખ્‍યામાં ભક્‍તજનો ઉમટી પડ્‍યા હતા અને ગણપતિ બાપાને વિસર્જન કરવામાં આવ્‍યું હતું અને અગલે વર્ષ તું જલ્‍દી આનાં નાદ સાથે બાપા ને વિદાય આપવા આવી હતી જસદણ આટકોટ તેમ જ આજુબાજુના ભક્‍તજનોને બાપાની આરતી ધુન ભજન કિર્તન કરીને  વિદાય આપી હતી તેમજ અહીં નાં ચેકડેમ માં ધુબાકા મારી ને મોજ માણી હતી રૂપિયા આપીને પણ આવી આવી મોજ માણવા નથી મળતી પરીવાર સાથે ચેકડેમ માં નહાવા ની નાના થી મોટા સુધી મોજ માણી હતી અહીં ચેકડેમ નાનો અને ઉંડો ન હોય જેથી લોકો આવી અંબાજીમાં ના દર્શન કરે અહીં નાહવાની મજા લે છે. (તસવીર કરશન બામટા આટકોટ)

રાજકોટ તા. ૧૬ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં કાલે ગણેશ મહોત્‍સવ વિરામ  લેશે. ગણપતિજીની મૂર્તિઓનું પાણીમાં વિસર્જન કરાશે. વિસર્જન યાત્રામાં મોટી સંખ્‍યામાં ભાવિકો ઉમટશે. અને ગણપતિદાદાની મૂર્તિઓને ભાવભેર વિદાય અપાશે.

ભાવનગર

(વિપુલ હિરાણી દ્વારા)  ભાવનગર :

ભાવનગર જિલ્લાના તળાજામા શ્રીગણેશોત્‍સવને લઈ મંગળવારના રોજ વિસર્જન યાત્રા ઉત્‍સાહ અને ઉમંગ સાથે યોજાશે. બપોરે વિઘ્‍નહર્તા દેવને થાળ ધરી બરાબર મધ્‍યાホને વાજતે ગાજતે સોસાયટી વિસ્‍તારથી લઈ નગરના માર્ગોપર યાત્રા ફરશે.જેમા પચીસેક પ્રતિમાઓના એકીસાથે ભક્‍તગણ દર્શન કરી શકશે.

પાંત્રીસેક વર્ષ પહેલાં તળાજાના ધમબાઈમાં ચોકથી સાર્વજનિક શ્રી ગણેશોત્‍સવ નો પ્રારંભ ભુપેન્‍દ્રસિંહ વાળા,સ્‍વ.વિક્રમસિંહ જાડેજા,બાબાલાલ રાઠોડ સહિત ધનબાઈમાં મિત્ર મંડળ દ્વારા પ્રારંભ કરવામાં આવ્‍યોહતો.બાદ તળાજામા દરેકશેરી મહોલ્લા વાઇઝ ગણપતિદાદા નું સ્‍થાપન કરી ને સ્‍વયંભુ ઉત્‍સવ નો મહિમા વધતોગયો. આ વખતે પચીસ થી વધુ સ્‍થળે લમ્‍બોદર બિરાજમાન છે.

તેની સાથે સરકાર ના આદેશના આદેશને લઈ નગર પાલિકા દ્વારા મૂર્તિ વિસર્જન માટે લીલાપીરબાપૂ ની દરગાહ નજીક જાબુંડીઆ પંપ સ્‍ટેશન ખાતે પાણી નો મોટો હોજ ભરીને મૂર્તિવિસર્જન અહીં થાય તેવું આયોજન કરવામા આવેલ છે જેને લઈ ચિફ ઓફિસર દવે અને લાલાભાઈ સરવૈયા દ્વારા લોકોને નદી કે અન્‍ય સ્‍થળે મૂર્તિન પધરાવી ને હોજમા પધરાવવા અપીલ કરી છે.

રણભૂમિ જીવદયા ગ્રુપ દ્વારા વિસર્જન યાત્રાનું આયોજન સાથે ની જવાબદારી સ્‍વીકારવામાં આવે છે. હરદીપસિંહ વાળા એ જણાવ્‍યું હતુ કે બપોરે ૧૨ કલાકે વ્‍યાયામશાળા ખાતે વીસેક જેટલા વાહનોમાં પચીસેક મુર્તિઓ લાવવામાં આવશે. રૂટમા થોડો ફેરફાર કરીને ઇરીગેશન કોલોની પાછળ થઇ શિવાજી મહારાજ ના બાવલે થી ગલ્‍સસ્‍કૂલ,વાવચોક, ગાંધીચોક થઈ જનતા હોટલે એકથઈ પાલિકા દ્વારા જે હોજ બનાવવામાં આવ્‍યોછે ત્‍યાં નાની પ્રતિમા અને મોટી પ્રતિમાં નદીમાં વિસર્જન કરવામાં આવશે. દસેક જેટલી મોટી પ્રતિમાઓ છે.

વિસર્જન યાત્રા ના રૂટ ઉપર ભાવિકજનો દ્વારા પ્રસાદ,શરબત,ઠંડાપીણાં, પાણી સહિત ની પ્રસાદ સ્‍વરૂપે વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. ભક્‍તો,વિવિધ ગ્રુપ ને જોડાવવા અપીલ કરવામાં આવી છે. (પ-૧ર)

(12:49 PM IST)