<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th September 2024

સુરેન્‍દ્રનગર જીલ્લામાં ઇદે મિલાદની ઉજવણી

વઢવાણ, પાટડી, દસાડા, ધ્રાંગધ્રા, ચોટીલા, સહિતના ગામોમાં ઝૂલૂસમાં ધર્મગુરૂઓ, મુસ્‍લિમ બિરાદરો મોટી સંખ્‍યામાં જોડાયા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૬ :.. સુરેન્‍દ્રનગર વઢવાણ તેમજ ઝાલાવાડના આજુબાજુના ગામોમાં આજે હજરત મહંમદ સાહેબનો જન્‍મદિવસ એટલે કે ઈદે મિલાદ ની મુસ્‍લિમ બિરાદરો દ્વારા ભવ્‍ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્‍યારે આજે સુરેન્‍દ્રનગર જિલ્લાના પાટડી દસાડા જેનાબાદ ધાંગધ્રા લખતર લીમડી ચોટીલા સહિતના ગામોમાં આજે ઇલે મિલાદ શરીફ ના પ્રસ્‍થાન થયા છે જ્‍યારે નાના નાના બાળકોને પોતાના વાહનોમાં બેસાડી અને ઈદે મિલાદના જુલુસમાં કોમી એકતા ના માહોલ વચ્‍ચે આજે ઝાલાવાડમાં ઈદે મિલાદ શરીફની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી છે ત્‍યારે સુરેન્‍દ્રનગર શહેરમાં આજે સવારના ૯- વાગ્‍યે ટાવર ચોકેથી ઈદે મિલાદના પ્રારંભ કરવામાં આવ્‍યો હતો જેમાં સુરેન્‍દ્રનગર શહેરના જુમ્‍મા મસ્‍જિદના પેસીમામ હાજી સૈયદ હનીફ બાપુ તેમજ સુરેન્‍દ્રનગર શહેરના કોમી એકતા ના રાહબર હાજી સૈયદ યુસુફ મીયા બાપુ તેમજ હાજી ઈરફાન બાપુ ઉર્ફે દાદાબાપુ નૂરુદીન બાપુ તેમજ સુરેન્‍દ્રનગર શહેરની તમામ મસ્‍જિદોના મોલવી સાહેબો સહિતના એકત્રિત થઈ અને આજે પોતપોતાના વાહનોને સુશોભિત કરી અને કોમી એકતા અને ભાઈચારાના માહોલ વચ્‍ચે ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવી છે. ધાંગધ્રા ચોટીલા પાટડી દસાડા જેનાબાદ લખતર ચુડા લીમડી સહિતના ગામોમાં પણ આજે ઈદે મિલાદના ઝુલુસ કોમી એકતાના માહોલ વચ્‍ચે પ્રસ્‍થાન થયા છે ત્‍યારે હાલમાં સુરેન્‍દ્રનગર શહેરમાં ઠેર ઠેર પાણી શરબત તેમજ નીઆજ પ્રસાદ આઇસ્‍ક્રીમ સહીદ ની વિવિધ વસ્‍તુઓ ચોકલેટ બિસ્‍કીટ નું નાના નાના બાળકોને વિતરણ કરી અને આજે કોમી એકતા અને ભાઈચારાના માવલ વચ્‍ચે ઈદે મિલાદ શરીફની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી છે

 સુરેન્‍દ્રનગર શહેરના કોમી એકતાના રાબર હાજી સૈયદ યુસુફ મિયા બાપુ ને ત્‍યાં કોઈપણ મુસ્‍લિમ સમાજના ધાર્મિક કાર્યક્રમ હોય ત્‍યારે અચૂક સુરેન્‍દ્રનગર શહેરના તમામ જ્ઞાતિના આગેવાનો તેમજ સરકારી અધિકારીઓ સહિતના લોકો હાજી સૈયદ યુસુફની આ બાપુના નિવાસસ્‍થાને પ્રસંગો પાત્ર શુભેચ્‍છા મુલાકાતે પધારતા હોય છે ત્‍યારે આજે એને ઈદે મિલાદ નિમિત્તે સુરેન્‍દ્રનગર શહેરના સુરેન્‍દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાના ચૂંટાયેલા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્‍યા સુરેન્‍દ્રનગર જિલ્લા કલેકટર કેસી સંપટ સુરેન્‍દ્રનગર ડીવાયએસપી એચપી દોશી, સુરેન્‍દ્રનગર સીટી પીઆઈ વિજય ભાઈ ધનરાજ સિંહ બળવંતસિંહ સહિતના અન્‍ય ખાતાકીય લોકોએ પણ આજે ઈદ-એ-મિલાદ નિમિત્તે સુરેન્‍દ્રનગર હાજી સૈયદ યુસુફ મિયા બાપુને ઈદે મિલાદ નિમિત્તે શુભેચ્‍છા પાઠવી હતી અને કોમી એકતા અને ભાઈચારાનો માહોલ જળવાઈ રહે તેવી આજના ઈદે મિલાદ નિમિત્તેના કોમી એકતા ના રાહબર હાજી સૈયદ ઈશુભ મિયા બાપુ દ્વારા દુઆ કરી અને આજની ઇદે મિલાદ શરીફની ઉજવણી કરવામાં આવી હતી ત્‍યારે સુરેન્‍દ્રનગર શહેરમાં પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્‍ત બંદોબસ્‍ત જાળવી અને કોમી એકતા અને ભાઈચા ના માહોલ વચ્‍ચે આજે ઈદે મિલાદના ઝુલુસ સંપન્ન થયા હતા

સુરેન્‍દ્રનગર વઢવાણ તેમજ ઝાલાવાડના આજુબાજુના ગામોમાંથી આજે ઈદે મિલાદ શરીફની જ્‍યારે ઉજવણી કરવામાં આવી છે ત્‍યારે શહેરના વિવિધ માર્ગો ઉપર આજે કોમી એકતા અને ભાઈચારાનો માહોલ જોવા મળ્‍યો હતો અને દરેક જ્ઞાતિના લોકો પણ ઙ્કસ્‍થાન થતા લોકોને બે હાથ જોડી અને આસ્‍થાના પ્રતીક સમાન અને ભાઈ ચારા અને જ્‍યારે શાંતિનો સંદેશો ફેલાવતા હઝરત મહંમદ બેગમબર સાહેબના આજે જન્‍મદિવસ અવસરે ઈદે મિલાદ શરીફ નિમિત્તે દરેક જ્ઞાતિના લોકો તેમને વંદન કરી અને પ્રસ્‍થાન થયેલ જુલુસને ઠેર ઠેર આવકાર આપી અને સ્‍વાગત કરતા જોવા મળ્‍યા હતા ત્‍યારે આમ ઝાલાવાડમાં કોમી એકતા અને ભાઈચારાના માહોલ વચ્‍ચે આજે ઈદે મિલાદ શરીફની ઉજવણી સંપન્ન થઈ હતી.

(12:16 PM IST)