<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th September 2024

જામનગરના અલિયાબાડામાં તળાવમાં નાહવા પડેલા ચાર મુસ્લિમ બાળકો ડૂબ્યા : ૧ નુ મોત : ૩ નો બચાવ : ઈદના દિવસે જ કરૂણતા

સ્થાનિક તરવૈયાઓ અને ફાયર બ્રિગેડની ટીમ તાબડતોબ દોડી જતા મોટી દુર્ઘટના સર્જાતા અટકી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૬ : જામનગરના અલિયાબાડા ખાતે આવેલ તળાવમાં નાહવા પડેલા ચાર મુસ્લિમ બાળકો ડૂબ્યા હતા.

       આ અંગેની જાણ થતા જ તાત્કાલિક સ્થાનિક તરવૈયાઓ એ ત્રણ લોકોને બચાવી લીધાના પ્રાથમિક અહેવાલ મળી રહ્યા છે. 

       એક બાળકનું ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. જેના મૃતદેહને જામનગર ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યો છે.( તસવીર :કિંજલ કારસરીયા, જામનગર)

 

(1:03 PM IST)