News of Monday, 16th September 2024
જેતપુરમાં ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા

જેતપુરઃ ભારત વિકાસ પરિષદ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાᅠ કુંભાણી ગર્લ્સ સ્કૂલ, ખાતે યોજવામાં આવેલ આ સ્પર્ધા માં શહેર ની સરસ્વતી શિશુ મંદિર સ્કુલ , પંડ્યા સ્કુલ, જે. કે મહેતા પ્રાથમિક શાળા, તાલુકા શાળા -૧ ,તેમજ ગ્રામ્ય વિસ્તારની ચાંપરાજપુર કન્યા શાળા , દેવકીગાલોળ તાલુકા શાળા. બોરડી સમઢિયાળા પ્રાથમિક શાળા મળીને કુલ સાત શાળા એ ભાગ લીધો હતો જેમાં ૭૦ જેટલા વિદ્યાર્થી- વિદ્યાર્થિની ઓᅠ એ રાષ્ટ્રીય સમૂહગાનᅠ સ્પર્ધામાં ભાગ લઈનેᅠ રાષ્ટ્રીય સમૂહગાન રજૂ કરેલ.જેમાંથી જેતપુરની પંડ્યા સ્કુલની બાળાઓ પ્રથમ ક્રમે વિજેતા બની હતી, બીજા ક્રમે જે કે મહેતા પ્રાથમિક શાળાની બાળાઓ વિજેતા બની હતી. રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા માં ભાગ લેનાર તમામનેᅠ ᅠપ્રમાણપત્ર તથા વિજેતા ટીમને પારિતોષિક સાથે પુરસ્કાર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવેલ. આ પ્રસંગે પ્રાંત સહ સંયોજકશ્રી હરિભાઈ પરમાર ,પ્રમુખ મહેશભાઈ કમાણી , મંત્રી દીપકભાઈ ઢોલરિયા, ખજાનચી પ્રકાશભાઈ ધોળકિયા ,ᅠ હિતેશભાઈ વડાલિયા, અશ્વિનભાઈ ચોટાઇ ,રમણીકભાઈ મોણપરા, શ્રી છગન ભાઈ ઉસદડિહયા, ડો વેકરીયા , હરેશભાઈ પંડ્યા , શહેમંતભાઈ બુટાણી, બી ટી ઠુંમર,ᅠ સહિત ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધાના નિર્ણાયક તરીકે હર્ષદભાઈ દવે, ધર્મેશભાઈ રાઠોડ એ સેવા આપેલ હતી. (તસ્વીર-અહેવાલઃ કેતન ઓઝા-જેતપુર)
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
